હળવે હૈયે...

જોક્સ

Wednesday 17th April 2019 06:51 EDT
 

એક હીરોને તેના ડિરેક્ટરે કહ્યુંઃ ડિરેક્ટર સાહેબ, આ દૃશ્યમાં તમે મને અસલી દારૂ પીવા દો. મા, કસમ હું અભિનયમાં જાન લાવી દઈશ.
ડિરેક્ટરઃ હા, જરૂર, પરંતુ એ પછીનું દૃશ્ય તમારા મૃત્યુનું છે. એમાં પણ અસલી ઝેર જ વાપરીએને?

શિક્ષકે ભૂરાને લાફો માર્યો.
ભૂરોઃ સાહેબ મને કેમ માર્યું?
શિક્ષકઃ આ ઘટનાનું ભવિષ્યકાળ શું થાય?
ભૂરોઃ સાહેબ, રિસેસ પછી તમારા સ્કૂટરમાં હવા નહીં હોય.

જજઃ તમારા ઉપર આરોપ છે કે, તમે દસ વર્ષથી તમારી પત્નીને ડરાવી-ધમકાવીને
રાખી છે.
પતિઃ હા સાહેબ, એમાં એવું છે ને કે...
જજઃ મારે કોઇ ખુલાસા નહીં, રીત
જાણવી છે.

પત્નીઃ ક્યારેય તમારા સપનામાં હું
આવું છું?
પતિઃ ના.
પત્નીઃ એવું કેમ?
પતિઃ હું ઊંઘતા પહેલાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરું છું.

ચંપાઃ શું આખો દિવસ મોબાઇલમાં ચોંટ્યો રહે છે. બહાર પણ કેટલી સુંદર દુનિયા છે જરા જોતો ખરા!
ભૂરોઃ એમ?! લિંક મોકલ.

છગન (મગનને): ઈંગ્લિશને તમે જેટલું હાર્ડ સમજો છો એટલું હાર્ડ તે હોતું નથી.
મગનઃ તો?
છગનઃ બસ તેમાં પાણી વધારે મિલાવવું
પડે છે.
મગનઃ હેં!?

ચંગુ એક જોબ માટે ઈન્ટરવ્યુ આપવા ગયો ત્યારે બોસે પૂછ્યુંઃ તમે આ કંપનીમાં શા માટે નોકરી કરવા માંગો છો?
ચંગુઃ સાહેબ, સાચું જ કહું?
બોસઃ બિલકુલ સાચું જ કહો.
ચંગુઃ વાત એમ છે કે સાહેબ અહીં તમારી ઓફિસ ફુલ એસીવાળી છે. અહીંનો માહોલ એકદમ શાંત છે જ્યારે મારા ઘરમાં બાળકો આખો દિવસ એટલો ઘોંઘાટ કરે છે કે બરાબર ઉંઘ નથી આવતી.

યુવતીઃ મેરે ગોલુ... મેરે સ્વીટુ.. મેરે મોલુ... ક્યા તુમ મુજ સે શાદી કરોગે?
યુવકઃ યાર, પ્રપોઝ કર રહી હૈ કે ‘એડોપ્ટ’ કર રહી હૈ?

પત્ની અને મોડર્ન આર્ટમાં સરખું એ છે કે બંનેને સમજવાં અઘરાં છે. તમે માત્ર એને ‘યુનિક પીસ’ ગણીને દાદ આપી શકો !

લાલુ યાદવ જેલમાંથી છૂટીને પાછા ઘેર આવ્યા. સાંજના ટાઇમે એ ઓટલા પર બેઠા હતા ત્યાં ભિખારી આવ્યોઃ
‘માલિક, બડી ભૂખ લગી હૈ, કુછ મિલ જાતા તો....’
લાલુઃ દો દિન કી બાસી રોટી ખાયેગા?
ભિખારીઃ હાં.
લાલુઃ ઠીક હૈ... તો ફિર દો દિન બાદ હી આના !

પત્નીઃ હું કંઇક બોલવાનું શરૂ કરું કે તરત તમે ચશ્મા પહેરીને કેમ બેસી જાવ છો?
પતિઃ ડોકટરે કહ્યું છે. માથું દુઃખે તો ચશ્મા પહેરો!


comments powered by Disqus