નવી દિલ્હીઃ પુલવામામાં ત્રાસવાદી હુમલા પછી દેશમાં ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. મુસ્લિમ અને હિંદુ એમ બંને એક સૂરે પાકિસ્તાન મુર્દાબાદના સુત્રો પોકારી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ માનવ બોમ્બ બનવા તૈયાર છે તો મુસ્લિમો આતંકવાદીઓના સુત્રધારનું મસ્તક લાવનારને રૂપિયા એક કરોડનું ઈનામ આપવાની ઓફર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદોસી વિસ્તારમાં બંને સમુદાયોએ મસૂદ અઝહરનું પુતળું ફુંક્યું હતું. હિંદુ જાગરણ મંચે ચંદોસીના ફાઉન્ટેન ચોકમાં મસૂદ અઝહરનું પુતળુ બાળતા કહ્યું હતું કે તેઓ દેશ માટે માનવ બોમ્બ બનવા તૈયાર છે. અમે શરીરે બોમ્બ બાંધીને પાકિસ્તાન જવા માંગીએ છીએ. સરકાર અમને મંજૂરી આપે. બીજી તરફ મુસ્લિમ સમુદાયે નમાજ અદા કરીને સેંકડોની સંખ્યામાં મોટી મસ્જિદ હાજર રહ્યા હતા, પાકિસ્તાનનું પૂતળું ફૂંક્યું હતું. મુસ્લિમ સમુદાયે કહ્યું કે જે કોઈ હુમલાનો સુત્રધાર મસૂદ અઝહરનું મસ્તક વાઢી લાવનારને મુસ્લિમ સમુદાય ૧ કરોડ આપશે.

