કેટલાક ગુજ્જુ ફંડા...
ફંડા-૧ઃ ગુજ્જુ માટે થેપલા એ બ્રેડ છે અને અથાણું એ બટર છે.
ફંડા-૨ઃ ગુજ્જુ ભાઇ કે બહેનને પાંચ મિનિટ ચાલવાનું આવશે તો થાકી જશે, પણ એક કલાક સુધી ગરબા રમ્યા પછી ફ્રેશ જ હશે.
ફંડા-૩ઃ એક કલાક લગી પારકા માણસની પંચાત કર્યા પછી ગુજ્જુ છેલ્લે કહેશે ‘જાવા દે ને, આપણે... સુ!’
ફંડા-૪ઃ પત્નીની ઓળખાણ કરાવવાની રીત. ‘જો, આ આપણા મિસિસ છે!’
ફંડા-૫ઃ દુનિયા કહે છે સેવ નેચર, સેવ એનર્જી, સેવ વોટર. ગુજ્જુ કહે છે કે સેવ પુરી, સેવ ખમણ, સેવ ગાંઠીયા.
•
આયે હાયે...
વો કહતી હૈ
મૈં તેરી જિંદગી
બના દૂંગી...
વાહ વાહ
વો કહતી હૈ
મૈં તેરી જિંદગી
બના દૂંગી...
બનાની તો મેગી ભી
નહીં આતી, મગર
કોન્ફિડન્સ તો દેખો !
•
ભૂરોઃ મોટા ભાગના પરિણીત પુરષો ક્યારેય છાપામાં રાશિફળ વાંચતા નથી
જિગોઃ કેમ? તેમને વિશ્વાસ નથી?
ભૂરોઃ ના, ના એવું નથી. તેમને તો રસોડામાં વાસણ ખખડવાના અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
•
લીલીઃ લગ્ન પછી તમારી જિંદગી કેવી છે, જિજાજી?
જિગોઃ એકદમ કાશ્મીર જેવી...
લીલીઃ એટલે?
જિગોઃ સુંદરતા ચારે તરફ ફેલાયેલી છે પણ સાથે સાથે આતંક વધ્યો છે.
•
ભૂરોઃ જિગા તેં એક વાત વિચારી?
જિગોઃ શું?
ભૂરોઃ આ છોકરીઓ લગ્ન કર્યા વગર ફોઈ અને માસી બની શકે છે, પણ છોકરા લગ્ન કર્યા વગર ફૂઆ કે માસા બની શકતા નથી.
•
રાકેશઃ અરે તમે પતિ-પત્ની આટલા ખુશ કેવી રીતે રહી શકો?
રમેશઃ અમે દરરોજ ‘મારો, બચો અને ખુશ રહો’ની રમત રમીએ છીએ.
રાકેશઃ એ કઈ રીતે?
રમેશઃ પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારે ત્યારે હું બચવાના પ્રયત્નો કરું છું. વાગે તો એ ખુશ અને ન વાગે તો હું ખુશ. બોલો છે ને સાવ સીધીસાદી રમત!
•
પતિના મરી ગયા પછી પત્નીએ છાપામાં જાહેરખબર છપાવી.
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું.’
લિ. ચંપા (ઉ.વ. ૩૨, ઉંચાઈ પાંચ ફૂટ બે ઈંચ, રંગ ગોરો, બાળકો નથી)
•
એક ખેડૂતની પત્ની દવાવાળાની દુકાને ગઈ. દવાવાળો માણસ-પ્રાણીઓની બંનેની દવાઓ રાખતો હતો.
ખેડૂત પત્નીઃ તું મને દવા આપે ત્યારે ખૂબ ધ્યાન રાખીને એના પર લેબલ લગાડવાનું ભૂલતો નહીં જેથી મને ખબર પડે કે કઈ દવા મારા બળદની છે અને કઈ મારા વર માટેની... કમ સે કમ ચોમાસાની ખેતી પૂરી થાય અને મોલ ઉતરે ત્યાં લગી મારા બળદને કંઈ ન થવું જોઈએ.
