નવી દિલ્હીઃ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સરકારને ૩,૪૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પક્ષો અને ઉમેદવારોના ખર્ચ સાથે રૂ. ૩૫,૦૦૦ કરોડ હતા. આની સામે આ વખતની ચૂંટણીમાં આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. તેમાં સરકારી ખર્ચ પણ સામેલ છે.
અમેરિકી થિન્ક ટેન્ક ‘કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં સિનિયર ફેલો તથા દક્ષિણ એશિયા કાર્યક્રમના ડાયરેક્ટર મિલન વૈષ્ણવ મુજબ ૨૦૧૬માં અમેરિકી પ્રમુખ અને કોંગ્રેસની ચૂંટણીમાં ૬૫૦ કરોડ
ડોલર એટલે કે આશરે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૫૦૦ કરોડ ડોલર એટલે આશરે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ૨૦૧૯ની ચૂંટમીમાં આ આંકડો લગભગ ડબલ થઈ જવાની અપેક્ષા છે. માનવામાં આવે છે કે આ વખતે ૭૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. ૨૦૧૪માં ઉમેદવારોના ખર્ચની મર્યાદા ૪૦ લાખ રૂપિયાથી વધારી ૭૦ લાખ કરવામાં આવી હતી.

