જેસલમેરઃ રાજસ્થાનના સટ્ટાબજારમાં ભારતમાં આગામી સરકાર એનડીએની બનવાનું અનુમાન રજૂ થયું છે. જોધપુરની નજીક ફાલોડીના સટ્ટાબજારમાં ભાજપને ૨૫૦થી વધુ અને એનડીએને ૩૦૦-૩૧૦ બેઠકો મળવાનું અનુમાન રજૂ થયું છે. બીજી બાજુ સટ્ટાબજારમાં કોંગ્રેસને પહેલેથી પણ ઓછી બેઠકો પ્રાપ્ત થવાની અટકળો ચાલી રહી છે. તાજા અનુમાન મુજબ પહેલાંના ૧૦૦ની તુલનાએ કોંગ્રેસને આ વખતે ૭૨-૭૪ બેઠકો સુધી સીમિત રહેવાની શક્યતા છે.
સટ્ટાબજારના ખેલાડીઓ માને છે કે પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી તે પછી મતદાતાઓના ભાજપતરફી ઝોકમાં ઘણો વધારો થયો છે. મતદાતાઓને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કરતાં વધુ મજબૂત થયા છે.

