તેલુગુ એસોસિએશન ઓફ લંડન (TAL) દ્વારા T20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Wednesday 21st August 2019 06:31 EDT
 
 

તેલુગુ એસોસિએશન ઓફ લંડન (TAL) દ્વારા આ વર્ષે ૭મી TAL પ્રિમિયર લીગ T20 ટુર્નામેન્ટ(TPL)નું સફળ આયોજન કરાયું હતું. ફેમિલી અને બાળકો માટે સંખ્યાબંધ ગેમ્સ, ફન એક્ટિવિટિઝ અને એન્ટરટેઈનમેન્ટનું આયોજન કરાયું હતું. મહિલાઓ, બાળકો અને વડીલો સહિત ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા અને આનંદ માણ્યો હતો. કાર્યક્રમનો પ્રાંરભ ભારત અને બ્રિટનના રાષ્ટ્રગીતો સાથે થયો હતો અને તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. સ્થાનિક સાંસદ સીમા મલ્હોત્રા, ડેપ્યૂટી મેયર કાઉન્સિલર રઘવિન્દર સિદ્ધુ, કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડો, વિનોદ મહેતા અને પ્રભાકર કાઝાએ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા.

TAL સ્પોર્ટ્સ ટ્રસ્ટી મુરલી થાડીપારથીએ સુનિલ નાગંદલા અને કૃષ્ણકાંત નક્કાના નેતૃત્વ હેઠળની TPL કમિટી, ટ્રેઝરર શ્રીધર સોમીસેટ્ટી અને વામશી પૂનમ (લોજિસ્ટિકલ સપોર્ટ)નો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના વિના આ ટુર્નામેન્ટનું આયોજન શક્ય બન્યું ન હોત. TALના ચેરમેન શ્રીધર મેદીચેટ્ટીએ TPL એડવાઈઝર્સ રવિ સબ્બા, સંજય ભીરાજુ, શરત જેટ્ટી અને તમામ વોલન્ટિયર્સનો આભાર માન્યો હતો. ફંડ રેઈઝિંગ ટ્રસ્ટી શ્રીનિવાસ કોનરેડ્ડીએ TPLને સપોર્ટ કરવા બદલ તમામ સ્પોન્સર્સનો આભાર માન્યો હતો.

તા.૧૭ ઓગસ્ટને શનિવારે બ્લૂ રેન્જર્સ અને કૂલ ક્રૂઝર્સ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં બ્લૂ રેન્જર્સનો વિજય થયો હતો. ત્રીજા સ્થાન માટે ઓલ સ્ટાર્સ અને રોકિંગ રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઓલ સ્ટાર્સ વિજેતા બની હતી.


comments powered by Disqus