હળવે હૈયે...

જોક્સ

Wednesday 22nd May 2019 07:19 EDT
 
 

પતિઃ ચાર કલાકથી ક્યાં ગાયબ થઈ ગઈ હતી?
પત્નીઃ શોપિંગ કરવા મોલમાં ગઈ હતી.
પતિઃ શું લાવી ત્યાંથી?
પત્નીઃ એક હેર બેન્ડ અને ૪૫ સેલ્ફીઝ

પતિ (ગર્વથી)ઃ બાળપણમાં જન્માષ્ટમીએ સ્કૂલમાં હંમેશા મને જ કૃષ્ણ ભગવાન બનાવતા હતા.
પત્નીઃ એ તો બાકી બધા છોકરાં ગોરા હશે એટલે...

પતિએ પત્નીને મોકલેલો ભાવપૂર્ણ મેસેજઃ મારો પ્રેમ રાફેલ કરાર જેવો છે. છેલ્લે સુધી તને તેની કિંમત સમજાશે નહીં!

‘હું ધારું તે કરી શકું...’ એવું કહેતા ફરતા લોકોને જ્યારે કબજિયાત થાય છે ત્યારે ગમે તેટલું જોર કરે તો પણ કાંઈ કરી શકતા નથી.

જગોઃ ‘ચાહુંગા મેં તુજે સાંજ સવેરે’ ગીત કોણે લખેલું?
ભગોઃ રાજકોટવાળાએ...
જગોઃ હેં?
ભગોઃ તે લે બપોરે સુવાનું ના હોય?!

એક સ્ત્રીને કલાક પહેલાં જ દીકરાને જન્મ આપ્યો હતો. શરીરમાં તાકાત નહોતી, પડખું ફેરવવાનું તો દૂર, શરીર હલાવવામાં ય તકલીફ પડતી હતી. પથારીમાં પડ્યા પડ્યા જ તેણે ડાબી બાજુ હાથ ફેરવ્યો, કાંઈ ન મળ્યું. જમણી બાજુ હાથ ફેરવ્યો કાંઈ ન મળ્યું.
વિચાર્યું કે ક્યાંક નીચે તો પડી નથી ગયું? થોડી હિંમત કરીને પલંગ નીચે પણ તપાસ કરી. તેના મનમાં ગભરાટ થવા લાગ્યો એટલે નર્સને ઈશારાથી પૂછ્યું અને માના ચહેરા પરનો ગભરાટ જોઈને તે ઈન્ક્યુબેટર રૂમમાંથી બાળક લઈ આવીને ખોળામાં મૂક્યું.
પ્રસૂતા સ્ત્રી તેની તરફ તાકી રહીને બોલી, ‘અરે, હું તો ક્યારનો મારો મોબાઈલ શોધું છું. ક્યાં ગયો તે ખબર નથી પડતી. મારે મારું પ્રોફાઈલ અને સ્ટેટસ બદલવું છે!

ચંપાઃ હું પિયર હવે ત્યારે જ જઈશ જ્યારે તમે મને જાતે મૂકવા આવશો.
ભૂરોઃ તારી શરત મંજૂર. પણ મારી એક શરત તારે માનવી પડશે.
ચંપાઃ બોલો.
ભૂરોઃ તારે પિયરથી પાછા પણ ત્યારે જ આવવાનું જ્યારે હું લેવા આવું.

શિક્ષકઃ એક મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો.
જિગોઃ આલિયા ભટ્ટ
શિક્ષકઃ બે લાફા મારીશ. આલિયા ભટ્ટ કેવી રીતે વૈજ્ઞાનિક હોય?
ભૂરોઃ સાહેબ, જિગો આર્યભટ્ટ જ બોલ્યો છે એ તો એને બોલવામાં થોડીક તકલીફ છે એટલે તમને સંભળાયું જૂદું સંભળાયું.

ગેસનું સિલિન્ડર લેવાની લાઈનમાં ચંગુ ઊભો હતો. મંગુ પાછળથી આવ્યો. આટલી લાંબી લાઈન જોઈને તે અકળાયો. હું હમણાં જ સિલિન્ડરની એજન્સીના માલિકને સીધો કરું છું. આ તે કંઈ રીત છે. ડિસિપ્લિન જેવું કંઈ હોય કે નહીં એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પાંચ જ મિનિટમાં તે પાછો આવી ગયો અને ડાહ્યોડમરો થઇને લાઈનમાં ઊભો રહી ગયો.
ચંગુઃ લ્યા શું થયું? તું પાછો કેમ આવી ગયો?
મંગુઃ માલિકને મારવાવાળાની લાઈન તો આનાથી પણ વધારે લાંબી છે.

એક વાર પરીક્ષામાં આળસ ઉપર નિબંધ લખવા જણાવાયું હતું. વિદ્યાર્થીએ દસ પેજ કોરા પાનાં રાખીને છેલ્લે લખ્યું, ‘આ જ આળસ છે.’


comments powered by Disqus