ટીચરઃ સૌથી વધારે નશો કઈ ચીજમાં હોય છે.
સ્ટુડન્ટઃ ભણવામાં
ટીચરઃ એ કેવી રીતે?
સ્ટુડન્ટઃ ટીચર, ચોપડી ખોલતાં જ ઊંઘ આવી જાય છે.
•
ટીચરઃ મેં સવારે એક સુંદર છોકરી જોઈ એ વાક્યને ભવિષ્યકાળમાં કેવી રીતે બોલાય?
સ્ટુડન્ટઃ હું કાલ સુધીમાં એક છોકરીને પટાવી લઈશ!
•
એક ભાઈએ બંને પગમાં બે જુદાં જુદાં રંગના મોજાં પહેર્યાં હતા.
એ જોઈને તેના ઓળખીતાએ પૂછ્યુંઃ ‘અરે ભાઈ, આ શું છે?’
જવાબમાં પેલા ભાઈ બોલ્યાઃ ‘દુકાનદારે મને છેતરી લીધો છે. હરામખોર દુકાનદારે આવી એક નહીં, પણ બે જોડી મોજાની મને આપી છે. આવી જ એક બીજી જોડી હજી ઘરે પડી છે.’
•
શિક્ષકઃ બોલ પપ્પુ જો તારા ઘરમાં કોઈ જ ન હોય અને તારો નાનો ભાઈ ઘરના તાળાની ચાવી ગળી જાય તો તું શું કરે?
પપ્પુઃ કંઈ વાધો નહીં સાહેબ, અમારા ઘરના દરેક તાળાંની બે-બે ચાવીઓ છે.
•
જજઃ તને ૧૫ વર્ષની જેલની સજા કરવામાં આવે છે.
અપરાધીઃ પણ સાહેબ એટલા વરસ તો હું જીવતો પણ નહીં રહું.
જજઃ કોશિશ કરી જોજે. નહીંતર તારા મર્યા પછી બાકીની સજા હું રદ કરી દઈશ.
•
પત્નીએ બજારમાં સાડી, સાબુ, તેલ, શેમ્પુ, ક્રીમ, તેલ, પાઉડર વગેરે ખરીદી કરીને પતિનું ખીસ્સું ખાલી કરી નાંખ્યું અને ઉપરથી તેને દેવું કરવું પડે એવી હાલત કરી નાંખી.
ઘરે જતી વખતે પતિને મનાવતા પત્નીએ કહ્યું, ‘આજે ચંદ્રમાં કેટલો સુંદર દેખાય છે ને?’
પતિઃ (ગુસ્સામાં) પસંદ આવ્યો હોય તો એ પણ ખરીદી લઈએ.
•
એક અત્યંત લાગણીશીલ સ્ત્રી બગીચામાં ફરતાં-ફરતાં એક ઝાડ પાસે જઈને ઊભી રહી અને કહેવા લાગીઃ ‘હે લીમડાના સુંદર વૃક્ષ, તું જો બોલી શકતું હોત તો મને શું જવાબ આપત?’
પાસે જ બેઠેલા એક યુવાને જવાબ આપ્યોઃ એ જો બોલી શકતું હોત તો કહેત માફ કરજો બહેન! હું તો પીપળાનું ઝાડ છું, લીમડાનું નહીં.
•
એક માણસ ઈન્સ્પેક્ટર પાસે પહોંચ્યો અને બોલ્યોઃ
આજકાલ મને ધમકીભર્યા પત્રો બહુ મળે છે. હું ઈચ્છું છું કે તમે આ બાબતમાં કંઈક પગલાં ભરો.
ઈન્સ્પેક્ટરે કહ્યુંઃ સાચેસાચ આ તો ગંભીર ગુનો છે. ધમકી કોણ આપે છે તમને?
જવાબ મળ્યોઃ કમબખ્ત ઈન્કમ-ટેક્સવાળા.
•
એક જુગારીએ બીજા જુગારીને કહ્યુંઃ મારી સમજમાં એ નથી આવતું કે મારી સાથે જુગાર રમવામાં તું દર વખતે જીતી જાય છે, પરંતુ રેસમાં કેમ હારી જાય છે?
બીજા જુગારીએ ચોખવટ કરીઃ વાત એમ છે કે રેસના ઘોડાને બેવકૂફ નથી બનાવી શકતો.
•
પાંચ ચીજો ઇન્ડિયનોને હંમેશા ખુશ કરી
દે છે..
(૧) એક ખરીદો એક મફત
(૨) ફ્લેટ ૫૦ ટકા ઓફ
(૩) તત્કાલક ટિકીટનું કન્ફરમેશન
(૪) ક્રિકેટ મેચમાં જીત
... અને
(૫) પત્ની પિયરમાં!
•
