હળવે હૈયે...

જોક્સ

Wednesday 24th April 2019 06:43 EDT
 

ચંગુએ લાગણીવશ થઈ મકાનમાલિકને કહ્યુંઃ તમને ખબર છે? મેં આ પહેલાનું મકાન છોડ્યું ત્યારે મકાનમાલિક ખૂબ રડ્યા હતા.
મકાનમાલિકઃ ચિંતા નહીં કરો. હું નહીં રડું, કારણ કે હું એક મહિનાનું ભાડું એડવાન્સમાં લઈ લઉં છું.

ચંગુઃ કાલે આખી રાત શાંતિથી સૂઇ જ ના શક્યો.
મંગુઃ કેમ?
ચંગુઃ કારણ કે મને આખી રાત સપનામાં એમ જ આવતું રહ્યું કે હું જાગી રહ્યો છું.

નવીસવી પરણીને આવેલી ચંપા માટે તેના પતિ ચંગુએ જમવાનું બનાવ્યું.
ખાઈ લીધા પછી ચંપા બોલીઃ અરે વાહ, બહુ ટેસ્ટી ખાવાનું બનાવો છો. કોની પાસે શીખ્યા તમારી મમ્મી પાસે?
ચંગુઃ ના હું મારા પપ્પા પાસે શીખ્યો છું.

પત્ની (પતિને)ઃ તમને મારો બનાવેલો હલવો પસંદ ન પડ્યો? બાળકો તો ત્રણ પ્લેટ ખાઈ ગયાં.
ત્યાં જ અંદરથી અવાજ આવ્યોઃ મમ્મી, હજુ એક પ્લેટ આપજે. એક પુસ્તકનું બાઈન્ડીંગ બાકી રહી ગયું છે.

પત્નીઃ આ તમારા શર્ટ પર લિપસ્ટિકના ડાઘ ક્યાંથી પડ્યાં?
પતિ (ડાઘ જોઈને)ઃ હું ખુદ પરેશાન છું. મેં એ દિવસે તો આ શર્ટ પહેર્યું જ નહોતું.

પત્નીઃ ગઈ કાલે મેં એક અત્યંત સુંદર યુવતી જોઈ.
પતિઃ પછી શું થયું?
પત્નીઃ હું તેના વખાણ કરવા લાગી.
પતિ ચિડાઈનેઃ અરે, પણ પછી શું થયું?
પત્ની મલકાઈનેઃ પછી શું થવાનું હતું? હું અરીસા સામેથી દૂર થઈ ગઈ.

પતિઃ આજે સન્ડે છે અને હું એને ભરપૂર એન્જોય કરવા માંગું છું. એટલા માટે હું ફિલ્મની ૩ ટિકિટ લાવ્યો છું.
પત્નીઃ પણ ત્રણ કેમ?
પતિઃ એક તારા માટે અને બે તારા પેરન્ટ્સ માટે.

પત્નીઃ હું ઘર છોડીને જઈ રહી છું.
પતિઃ સારું હું પણ જૂનાગઢ જાઉ છું, ગુરુજીના આશીર્વાદ લેવા
પત્નીઃ કેમ? ગુરુજીને કહીને મને મનાવવી છે માટે?
પતિઃ ના ગુરુજીને કહેવા કે મંત્રીની અસરથી તકલીફો ઓછી થવા લાગી છે.

પોલીસઃ ઘરમાં માલિક હતો છતાં તેં ચોરી કેવી રીતે કરી?
ચોરઃ અરે સાહેબ, તમારી નોકરી
આટલી સારી છે. પગાર પણ સારો આવતો હશે તો પછી બીજાના ધંધા શા માટે શીખવા છે, તમારે?

યમરાજ (ભૂરાને)ઃ તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે...
ભૂરોઃ અરે, એમાં તમારે છેક નર્કમાંથી નીચે આવવાની ક્યાં જરૂર હતી. નળ બંધ કરી દેવાનો હતો.

લલ્લુ (કલ્લુને)ઃ કુંવારા અને પરણેલામાં શો ફેર? તને ખબર છે?
કલ્લુઃ ના, નથી ખબર. તું કહે.
લલ્લુઃ કુંવારા તિથિ જોઈને ઉપવાસ કરે. પરણેલા દૂધી અને ટિંડોળાનું શાક જોઈને.


comments powered by Disqus