સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યુકેમાં ડિજીટલ બેંકિંગ એપ ‘યોનો’ લોંચ કર્યુ

Wednesday 25th September 2019 06:19 EDT
 
 

લંડનઃ યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC)ના સહયોગથી ૨૩ સપ્ટેમ્બરને સોમવારે લંડનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે SBI (UK) Limitedના ગ્રાહકો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું ડિજીટલ બેંકિંગ એપ YONO SBI UK લોંચ કર્યું હતું.

SBI દ્વારા મૂળ ૨૦૧૭માં ભારતમાં લોંચ કરાયેલું આ ‘યોનો’ એપ મોબાઈલ બેંકિંગ અને લાઈફસ્ટાઈલનો સમન્વય હોવાથી ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. SBIએ આ એપને વિશ્વભરમાં લોંચ કરવાનો નિર્ણય લીધો છે અને તેની શરૂઆત યુકેથી કરી છે.

રજનીશકુમારે આશા વ્યક્ત કરી હતી કે આ એપનો અનુભવ ગ્રાહકો માટે હકારાત્મક રહેશે અને તે ડિજીટલ બેંકિંગ પર SBI વિશેષ ધ્યાન આપે છે તે પણ દર્શાવશે. યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રૂપ સીઈઓ રિચાર્ડ હિલ્ડે જણાવ્યું હતું કે ખાસ કરીને યુકેમાં ભારતીય ડાયસ્પોરા મોટી સંખ્યામાં છે ત્યારે SBI તેના ગ્રાહકોને નવી ટેક્નોલોજીકલ પ્રોડક્ટ્સ આપવા કૃતનિશ્ચયી છે તે આ બાબત દર્શાવે છે. SBI UK ના રિજનલ હેડ શરદ ચાંડકે જણાવ્યું હતું કે યોનો અહીંના ગ્રાહકો માટે ખૂબ ઉપયોગી પૂરવાર થશે. App અને ગૂગલ પ્લે સ્ટોર્સ બન્ને પર ઉપલબ્ધ YONO SBI UK આધુનિક મોબાઈલ એપ છે જે ગ્રાહકની લગભગ તમામ બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરે છે.


comments powered by Disqus