સરદાર પટેલની એકતાની વિરાસતને જાળવવા ‘સરદાર વોક’માં જોડાવો

Wednesday 31st July 2019 07:45 EDT
 
 

તા.૪.૮.૨૦૧૯ને રવિવારે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) UK સરદાર પટેલને તેમના લંડનના નિવાસસ્થાનના પગથિયેથી સરદારને સલામ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલ જે જગ્યાથી ચાલતા પસાર થતા તે ભૂમિને સ્પર્શ કરવા અમે એલ્ડ્રીજ રોડ વિલા ખાતે એકત્ર થઈશું. અહીંથી જ તેમની એક વિનમ્ર શરૂઆત થઈ હતી જેમાંથી તેઓ ભારતના લોહ પુરુષ બન્યા હતા.

સરદાર પટેલે આપેલી મહત્ત્વની સેવા અને તેમણે આપેલા યોગદાનને ભારત કદી ભૂલી શકશે નહીં. આપ પણ સાઈન અપ કરીને અન્ય લોકોની સાથે સરદાર પટેલના લંડનના નિવાસસ્થાનેથી ગ્રાન્ડ ચેનલ થઈને વોર્મવુડ સ્ક્રબ્સ પાર્ક સુધીની પદયાત્રામાં જોડાઈ શકો છો.

‘સરદાર વોક’ સરદાર પટેલને સમર્થન આપવાનો, દેશભક્તિ દર્શાવવાનો અને ભારતને એક સંગઠિત રાષ્ટ્ર બનાવવામાં સરદાર પટેલે આપેલા યોગદાનનું સન્માન કરવાનો એક માર્ગ છે. અમે તેમની એકતાની વિરાસતને જાળવીને રાષ્ટ્ર ગૌરવને પ્રેરણા પૂરી પાડવા અને અભિપ્રેરિત રહેવા માટે આ વોકમાં જોડાઈશું. આ વોકમાં જોડાવા અને ૫૧ પાઉન્ડની મેમ્બરશીપ મેળવીને SPMSની અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા તેમજ ભવિષ્યના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમે આપને આવકારીએ છીએ.

SPMS કોમ્યુનિટીને સહાય કરવા માટે પ્રતિબદ્ધ છે. બે માઈલની વોકમાં જોડાઈને એક ઉમદા હેતુ માટે આપનાથી શક્ય હોય તેટલું ફંડ એકત્ર કરો. તા.૪.૮.૨૦૧૯ના રોજ યોજાનારી સરદાર ચેરિટી વોક દ્વારા એકત્ર થયેલું તમામ ફંડ SPMS UK (સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી)ના ખાતામાં જમા કરાશે અને તે રકમનું સમાજમાં જરૂરતમંદોને મદદ કરતી ચેરિટી ‘સંગત એડવાઈસ સેન્ટર’ને ડોનેશન આપવામાં આવશે. સંગત એડવાઈસ સેન્ટર વેલ્ફેર બેનિફિટ્સ, ઈમિગ્રેશન અને હાઉસિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં જરૂરતમંદોને કાનૂની સલાહ આપી રહ્યું છે.

આ ઉમદા હેતુ ઉપરાંત આપના પરિવાર અને મિત્રોને સમરના લાંબા દિવસોનો આનંદ માણવા માટે બહાર લઈ જઈ શકશો. NHSના જણાવ્યા પ્રમાણે વધુ સક્રિય રહેવા, વજન ઉતારવા અને તંદુરસ્ત થવા માટે ચાલવું એ સૌથી સરળ ઉપાય છે. આ વોકમાં ભાગ લેવા અમે સૌને આવકારીએ છીએ. બહુ ઝડપથી વોક પૂરી કરવાને બદલે આપ આપની ઝડપે ચાલો તે વધુ મહત્ત્વનું છે. માર્ગમાં આપ સમાન વિચારસરણી ધરાવતા લોકોને મળશો. વાતાવરણ પણ સારું હશે અને વોક પૂરી કર્યા પછી આપને ખૂબ સારી અનુભૂતિ થશે.

આપ કોઈપણ કારણસર અમારી સાથે જોડાશો તો આપ વોકનો અને પાર્કમાં પીકનીકનો આનંદ માણી શકશો. હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય વસ્ત્રો પહેરવા આપને અનુરોધ છે.

 - લિ. શરદચંદ્ર પરીખ કન્વીનર, સ્પેશિયલ કમિટી અને સભ્ય


comments powered by Disqus