ગૌતમ ગંભીર ભાજપમાંઃ દિલ્હીથી ચૂંટણી લડશે?

Wednesday 27th March 2019 06:48 EDT
 
 

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો છે. નાણાંપ્રધાન અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં તેણે કેસરિયો ધારણ કર્યો હતો. ઘણા લાંબા સમયથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલતી હતી. નવી દિલ્હીની બેઠક પર મીનાક્ષી લેખીને બદલે તેને ટિકિટ અપાય તેવી શક્યતા છે. ગંભીર ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલના જવાબમાં જેટલીએ કહ્યું કે પક્ષ દ્વારા આદેશ આપવામાં આવશે ત્યારે નિર્ણય લેવાશે. ગંભીરે કહ્યું હતું કે વડા પ્રદાન મોદીની કાર્ય કરવાની શૈલીથી તે ઘણા પ્રભાવિત થયા હતો. 


comments powered by Disqus