સેવાપરાયણ, કર્તવ્યનિષ્ઠ નરોત્તમભાઇ જોગીઆનું નિધન

Wednesday 01st May 2019 06:12 EDT
 
 

લીંડી, દારેસલામમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૫થી લંડન આવી સ્થાયી થયેલા નરોત્તમભાઇ દેવશીભાઇ જોગીઆનું કેન્સરની લાંબી બિમારી બાદ મંગળવાર, ૩૦ એપ્રિલે ૭૪ વર્ષની વયે નિધન થયું છે. હેરોમાં સ્થાયી થયેલ નરોત્તમભાઇ સ્થાનિક રાજકારણમાં ખૂબ રસ ધરાવતા હતા. કન્ઝર્વેટીવ પાર્ટીના સભ્ય તરીકે તેઓ ખૂબ સક્રિય હતા જેથી એમના દીકરા અમીતને આ પક્ષમાં રસ લેતા કર્યા હતા. સદગત હેરોના યુવાન કાઉન્સિલર અમીતભાઇ જોગીઆના પિતાશ્રી થાય છે. વડાપ્રધાન થેરેસા મેએ પણ સદગતના પરિવારજનોને દિલસોજીનો પત્ર પાઠવી પાર્ટીના કર્તવ્યનિષ્ઠ કાર્યકરને ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. સ્વ. નરોત્તમભાઇએ ઇલીંગ રોડ પરના શ્રીવલ્લભનિધી ટ્રસ્ટ સંચાલિત સનાતન મંદિરના ટ્રસ્ટી તરીકે સક્રિય સેવા આપી છે.

સદગતના આત્માની શાંતિ અર્થે બીજી મે, ગુરૂવારે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ દરમિયાન સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે સંપર્ક અમીત :07792 250296


comments powered by Disqus