પત્ની નવો કુતરો ખરીદીને લાવી અને તેને તાલીમ આપવા લાગી
પત્નીઃ ટોમી, સ્ટેન્ડ અપ... ટોમી, કમ હિયર...
લગભગ બે કલાક થયા પણ કૂતરો કોઈ પ્રતિક્રિયા આપતો ન હતો.
પતિઃ રહેવા દે તને નહીં ફાવે. આ તારું નહીં જ માને...
પત્નીઃ રહેવા દો... બધું થશે... પહેલાં તમે ય ક્યાં મારું માનતા હતા. હવે માનો છો ને?
•
પત્નીએ અકળાઈને કહ્યુંઃ તમે તો કશું કરતા જ નથી, હવે મને જ ઝેર લાવીને આપી દો એટલે સમસ્યાનો કાયમી ફેંસલો આવી જાય...
પતિઃ હું શું કામ તને ઝેર લાવી દઉં? પોલીસ તો મને જ પકડી જાયને...
પત્નીઃ હવે તો હદ થાય છે, તમે તો આવું જ વિચારશોને! હું તો ઉંદર મારવા માટેનું ઝેર મંગાવી રહી છું.
•
વૃદ્ધાઃ મારે મારા પતિ પાસેથી છૂટાછેડા
લેવા છે.
જજઃ અરે... પણ ૮૫ વર્ષની ઉંમરે તમારે છૂટાછેડા શા માટે લેવા છે?
વૃદ્ધાઃ તેઓ જે કહે છે, જ્યારે કહે છે અને જેમ કહે છે તેમ હું સાંભળી લઉં છું.
જજઃ હા તો એમાં ખોટું શું છે, આ તે કંઇ છૂટાછેડાનું કારણ છે?
વૃદ્ધાઃ પરંતુ જ્યારે હું તેમને કંઈ કહું છું તો તેઓ કાનમાંથી મશીન કાઢી નાખે છે.
•
લીલીઃ હું પાણીપૂરી ખાઉં?
ભૂરોઃ હા, ખાઈ લે...
લીલીઃ હજી વીસ જ થઈ છે. તમે કહો તો બીજી થોડી ખાઈ લઉં.
ભૂરોઃ અરે... નાગણ ખાઈ લે!
લીલીઃ નાગણ કોને કહો છો?
ભૂરોઃ અરે! તું પુરી ના ગણ ખાઈ લે એમ
કહું છું.
•
રમેશઃ સાહેબ, મારી વાઈફ બહાર ફરવા જવા માંગે છે તો રજા જોઈએ છે.
બોસઃ રજા નહીં મળે.
રમેશઃ તમારો ખુબ ખુબ આભાર. હું જાણતો જ હતો કે મુશ્કેલીના સમયે તમે મને જરૂર સાથ આપશો.
•
એક વાર પપ્પુ હોટેલમાં ગયો અને ચિકનનો ઓર્ડર કર્યો.
વેઈટરઃ સર, કયું ચિકન લાવું? ફ્રેંચ કે સ્પેનિશ...?
પપ્પુઃ અરે ભાઈ, ગમે તે લાવો, મારે ક્યાં એમની જોડે વાતો કરવી છે.
•
પપ્પાએ અકળાઈને દીકરાને કહ્યું, ‘તારે સોશિયલ સ્ટડીઝમાં કેમ આટલા ઓછાં માર્ક્સ આવ્યાં?’
દીકરોઃ પપ્પા, સોશિયલ સ્ટડીઝમાં એ વખતના સવાલો હતા કે જ્યારે હું જન્મ્યો પણ નહોતો.
•
રમેશઃ આપણી ભાષાને માતૃભાષા જ કેમ કહેવામાં આવે છે, પિતૃભાષા કેમ નથી કહેવાતી?
સુરેશઃ કેમ કે પિતાને ભાગ્યે જ બોલવાનો મોકો મળતો હોય છે.
•
સરઃ સેમેસ્ટર સિસ્ટમના શું ફાયદા છે?
સ્ટુડન્ટઃ ફાયદાની તો ખબર નથી, નુકસાન એ છે કે હવે વરસમાં બે વાર બે-ઈજ્જતી થાય છે!
•
ગ્રાહકઃ આ સંભારમાં સોનેરી બટન ક્યાંથી?
વેઈટરઃ થેન્કયુ સર, છેલ્લા બે કલાકથી આ બટન હું શોધતો હતો.
