વીતેલું વર્ષ ૨૦૧૮ઃ દેશ-વિદેશ

Thursday 03rd January 2019 08:23 EST
 
કેનેડાના મિસિસાગામાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્ઝ સમારોહમાં પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, અમેરિકાના ડો. સુધીર પરીખ, રિઝવાન આડતિયા સહિત ટોચના ગુજરાતીઓનું સન્માન 
 

જાન્યુઆરી
• ઈરાનમાં કટ્ટરપંથી સામે દેખાવઃ ૧૪નાં મોત
• ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના બે આરોપી જુસપે અને બ્રુનો ઈટાલીમાં નિર્દોષ જાહેર
• આલ્પાલાઈન રિજિયનમાં બરફનું તોફાનઃ ફ્રાન્સમાં ૯નાં મોત
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રારંભે સંબોધન કર્યું
ફેબ્રુઆરી
• સેશેલ્સમાં ભારતનું સૈન્ય મથક સ્થાપવાની જાહેરાત
• પાર્થિવ પટેલનો ન્યૂ જર્સી સ્ટેટ બારમાં વકીલ તરીકે પ્રવેશ
• ભારત કમ્બોડિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંધિ
• કાબૂલમાં એમ્બ્યુલન્સ બોમ્બ વિસ્ફોટઃ ૯૫નાં મોત
• લિબિયામાં બેવડા કારબોમ્બ બ્લાસ્ટમાં ૩૩નાં મૃત્યુ
• અમેરિકાનો પાકિસ્તાનમાં ડ્રોન હુમલોઃ ૩ આતંકીનાં મોત
• જાપાનમાં વૃદ્ધાશ્રમમાં આગ લાગતાં ૧૧ વૃદ્ધાંનાં મોત
• ગલ્ફ દેશોની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ અબુધાબીમાં સ્વામીનારાયણ મંદિર શિલાન્યાસ, ભારતના ઓમાન સાથે આઠ અને યુએઈ સાથે પાંચ કરાર કર્યાં
• ઈઝરાયલે સીરિયાના ૧૨ સૈન્ય મથકો ઉડાવ્યા
• કિમ જોન ઉને દક્ષિણ કોરિયાના પ્રમુખને વિન્ટર ઓલિમ્પિકમાં આમંત્રિત કર્યાં
• ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની ભારત મુલાકાતઃ બંને દેશો વચ્ચે ૯ કરાર
માર્ચ
• શ્રીલંકામાં બૌદ્ધ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદ વકરતાં હિંસા
• ભારતીય દલિત કૃષ્ણાકુમારી કોહલી પાકિસ્તાનના પ્રથમ હિન્દુ મહિલા સેનેટર નિમાયાં
• ફ્રાન્સના દૂતાવાસ પર આતંકી હુમલામાં ૮નાં મોત
• ભારતીય દીપક પઢિયારની ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનના કાર્યાલયમાં નિમણૂક
• કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લિકઃ ઝુકરબર્ગે માફી માગી
એપ્રિલ
• રશિયા‘સારમત’ મિસાઈલનું પરીક્ષણ
• ૬ વર્ષ બાદ મલાલા યુસુફઝાઈ પોતાના ઘરે સ્વાતઘાટી પહોંચી
• ઇઝરાયેલી સૈન્ય અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે અથડામણઃ ૧૬થી વધુનાં મૃત્યુ
• વેનેઝુએલામાં જેલમાંથી ભાગવા કેદીઓએ આગ ચાંપતા ૬૮નાં મોત
મે
• નોર્થ અને સાઉથ કોરિયાએ હાથ મિલાવ્યાઃ મિસાઈલ્સ મ્યાન કરી મૈત્રીના કરાર
• વડા પ્રધાન મોદીની ચીન મુલાકાતઃ ભારત – ચીન વચ્ચે વચ્ચે ૪ મહત્ત્વના મુદ્દે સંમતિ
• અફઘાનમાં ફિદાઈન હુમલામાં ૪૦૦નાં મોત
• બાંગ્લાદેશને યુદ્ધનાં સ્મૃતિ અવશેષો આપતું ભારત
• ભારતની ૩૫ પેદાશની વિદેશ નિકાસના કરાર
• સાત ભારતીય ઇજનેરોનું અફઘાનમાં અપહરણ
• મોસ્કોમાં વ્લાદિમીર પુતિનના શપથ ગ્રહણ વખતે દેખાવો
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસઃ વીજ પ્રોજેક્ટનો શિલાન્યાસ
• ઈઝરાયલના હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનીઓનાં મોત
• સુષમા સ્વરાજ મ્યાંમારની મુલાકાતેઃ બંને દેશો વચ્ચે સાત કરાર
• રાવલપિંડીમાં કૃષ્ણ મંદિરનો જિર્ણોદ્ધારઃ પાક. સરકાર દ્વારા રૂ. ૨ કરોડની ફાળવણી
• બહેરિનમાં આંતંકના કેસમાં ૧૧૫નું નાગરિકત્વ રદ
જૂન
• મોદીની સિંગાપોર મલેશિયા ઇન્ડોનેશિયાની મુલાકાતઃ ઇન્ડોનેશિયન નાગરિકોને મફત વિઝા, સિંગાપોર સાથે ૧૪ કરાર
• કાબૂલમાં ઉલેમાની શાંતિસભામાં આત્મઘાતી હુમલોઃ ૧૪નાં મોત
• અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૩નાં મોત
• શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં મોદીનો મુદ્દોઃ દેશની અખંડિતતાનું સન્માન કરતા પ્રોજેક્ટને જ સાથ
• અફઘાનમાં ભારતીય દૂતાવાસ પાસે હુમલોઃ ૧૪નાં મોત


comments powered by Disqus