વીતેલું વર્ષ ૨૦૧૮ઃ બ્રિટન

Thursday 03rd January 2019 06:10 EST
 
પ્રિન્સ હેરી-મેગનના લગ્ન
 

જાન્યુઆરી

• ૩૩ ભારતીય બ્રિટિશર્સને ‘ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ’ યાદીમાં સ્થાન
• લીવરપુલની વિનાશક આગમાં ૧૪૦૦ કાર ખાખ
• મેરેજ સર્ટિફિકેટ્સ પર હવે માતાનું પણ નામ આવશે
• થેરેસા મે પ્રધાનમંડળની પુનર્રચનાઃ દળી દળીને કુલડીમાં
• આલોક શર્માઃ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ
• તરુણોને સિગારેટ પેપર્સ ન આપતા વિજય પટેલની હત્યા
• યુકે ભારત ગુનેગારોની માહિતી આપ-લે કરશે
• રિશી સુનાકનો થેરેસા કેબિનેટમાં સમાવેશ
• પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બ્રિટન પ્રવાસ રદ
• લંડનમાં ગેસ લીકેજઃ ૧૫૦૦ લોકોને ખસેડાયા
• ભારતવંશી પ્રિયંકા કાન્વિન્દે મિસિસ ક્લાસિક યુનિવર્સ
• ગુજરાત હિન્દુ એસોસિએશન-લેસ્ટર દ્વારા ગોલ્ડન જ્યુબીલી સોવેનિયર ૨૦૧૭ પ્રકાશિત
• BAPS ચેરિટી દ્વારા ઘરવિહોણા લોકો માટે કપડા-ખોરાક એકત્ર
• કરુણા મેનોર હોમને તમામ ક્ષેત્રમાં ગુડ માર્કિંગ
• ગાંધી નિર્વાણ દિને ભારતીય હાઈ કમિશન-ઈન્ડિયા લીગની અંજલિ

ફેબ્રુઆરી

• યુકેમાં બીજા ઈયુ રેફરન્ડમની તરફેણ
• લેસ્ટરના જ્વેલર રમણિકલાલ જોગિયાનું અપહરણ – હત્યા
• યુકેમાં અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓની વિક્રમજનક અરજી
• લોર્ડ મેયર રશ્મિકાંત જોશીની ભ્રષ્ટાચારના આક્ષેપમાં પૂછપરછ
• લેસ્ટરમાં ઓવરસ્ટેયર્સ માટે ‘વોલન્ટરી ડિપાર્ચર’ પ્રોજેક્ટનો પ્રારંભ
• સ્વામીનારાયણ મંદિર-વિલ્સડન સંચાલિત ગુજરાતી શાળામાં સરસ્વતી સન્માન
• જાણીતા સામાજિક અગ્રણી સી. જે. રાભેરૂનું નિધન
• બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા સેવા પ્રવૃત્તિ દિવસની ઉજવણી
• નવનાત વડીલ મંડળ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી
• ગુજરાત હિંદુ એસોસિએશન-લેસ્ટર દ્વારા પ્રજાસત્તાક દિન ઉજવાયો
• વિલ્સડન સ્વામીનારાયણ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

માર્ચ

• ૨૦૨૦ માટે લંડન બરો ઓફ કલ્ચર જાહેર થતું બ્રેન્ટ
• નીલ બાસુ સ્કોટલેન્ડ યાર્ડમાં આતંકવિરોધી દળના વડા બન્યા
• સ્વતંત્ર કમિશનના ચેરમેન પદે બ્રિટિશ ભારતીય રાજ નાયક
• જાસૂસ હત્યા વિવાદઃ બ્રિટન- રશિયાએ રાજદૂતોની હકાલપટ્ટી કરી
• મેલડીમા સેવા પરિવાર–ઈન્ટરનેશનલના ઉપક્રમે ભવ્ય પાટોત્સવ
• ફોરેવર ક્રૂઝ દ્વારા વાર્ષિક પાર્ટી સાથે ચાઈનીઝ નૂતન વર્ષની ઉજવણી
• બ્રેન્ટની સ્કૂલ ટીચર એન્ડ્રીયા ઝફિરાકોઉ વિશ્વની શ્રેષ્ઠ ટીચર બની
• ઈન્ડિયા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો
• ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થનાસભા અને ભજનસંધ્યા

એપ્રિલ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લંડનમાં આગમન
• બ્રિટનમાં ૧ બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ કરશે ભારત
• GMSP ફાઉન્ડેશનના સહયોગથી આયુર્વેદ અને યોગા માટે નવા કેન્દ્રનું ઉદઘાટન
• પ્રિન્સ વિલિયમ્સ – કેટને ત્યાં ફરી પારણું બંધાયુંઃ પુત્રરત્નનો જન્મ
• હાઉસ ઓફ કોમન્સમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી
• સર્જન નર્તન એકેડેમી દ્વારા હેરોમાં નૃત્યોત્સવ યોજાયો
• એડન ડેપાળા મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી
• ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામની સુવર્ણજયંતીની ભવ્ય ઉજવણી
• ક્રોલીમાં શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ઉમંગભેર ઉજવણી
• ‘ગુજરાત સમાચાર’ અને મા કૃપા ગુજરાતી શાળાના સહયોગથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

મે

• સાજિદ જાવિદ બ્રિટનના સૌ પ્રથમ એશિયન હોમ સેક્રેટરી બન્યા
• BAPS ચેરિટી ચેલેન્જ દ્વારા બર્મિંગહામ વિમેન્સ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરાયું
• લોકલ કાઉન્સિલ ઈલેક્શન – ન કોઈ જીતા ન કોઈ હારા
• મરિયમ આદમની સિદ્ધિઃ ન્યૂહામમાં સૌથી નાની વયે સૌથી વધુ મત
• ધનવાનોની યાદીમાં ૨૦.૬૪ બિલિયન પાઉન્ડની સંપતિ સાથે હિંદુજા બંધુઓ બીજા ક્રમે
• કાઉન્સિલર કણસાગરા બ્રેન્ટના એકમાત્ર એશિયન ટોરી કાઉન્સિલર બન્યા
• પ્રિન્સ હેરી-મેગનના લગ્નઃ સમાનતા, બહુવિધતા અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક
• બકિંગહામ પેલેસમાં મહારાણી એલિઝાબેથને મળ્યા ભક્તિવેદાંત મેનોરના પૂ. શ્રુતિ ધર્મદાસ
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ખાતે ૮૦ વર્ષના વડીલોનું સન્માન
• વિલ્સડન સ્વામીનારાણ મંદિરમાં અખંડ ધૂન યોજાઈ
• ક્લીન યમુના પ્રોજેક્ટના લાભાર્થે હેરોમાં ચેરિટી રાસગરબા
• ટેવિસ્ટોક સ્ક્વેર સ્થિત ગાંધી પ્રતિમાની સુવર્ણ જયંતી
• સાંઈ સ્કૂલ ઓફ હેરોમાં રોયલ બ્રંચનું આયોજન

જૂન

• હવે કબજિયાતથી સન ક્રીમ અને શરદી સહિતની સારવારના પ્રિસ્ક્રિપ્શન પર પ્રતિબંધ
• પાંચ મહિનામાં ૪,૩૦૦થી વધુ વિઝા અરજી નામંજૂર
• બંગાળના વ્યક્તિવિશેષોનું ‘બેંગાલ પ્રાઈડ એવોર્ડ્સ’થી સન્માન
• વિઝા નિયમોમાં ભારતીય વિદ્યાર્થીઓને બાકાત રખાતા ભારે રોષ
• ક્વીન્સ બર્થડે ઓનર્સ યાદીમાં એશિયન નાગરિકો છવાયા
• ચાંદે પરિવારઃ ૧૫૦ વર્ષનો ભવ્ય ઈતિહાસ પુસ્તક સ્વરૂપે સાકાર
• NCGO દ્વારા ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી
• ગુજરાત હિંદુ સોસાયટી-પ્રેસ્ટનની સુવર્ણ જયંતીની ભવ્ય ઉજવણી
• ઈસ્ટ લંડનના ચીઝલમાં BAPSના નવા મંદિરનું ઉદઘાટન
• કાર્ડિફ સનાતન ધર્મ મંદિર ખાતે ભગવાન વિશ્વકર્મા પ્રતિષ્ઠા મહોત્સવ
(સંકલનઃ જીતેન્દ્ર ઉમતિયા)


comments powered by Disqus