વીતેલું વર્ષ ૨૦૧૮ઃ ભારત

Saturday 05th January 2019 06:02 EST
 
રાજદના વડા લાલુ પ્રસાદ યાદવને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની કેદ
 

જાન્યુઆરી

• મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આગઃ ૧૪નાં મૃત્યુ
• ફિલ્મ ‘પદ્માવતી’નો હિંસક વિરોધઃ નામ બદલીને ફિલ્મ રિલીઝ
• ભારતીય સેનાએ ૧૨ પાકિસ્તાની રેન્જર્સને ઠાર માર્યાઃ બે પોસ્ટ ઉડાવી દીધી
• ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતના મહેમાનઃ નવ કરાર પર હસ્તાક્ષર
• ઈસરોની સિંગલ રોકેટમાં ૩૧ ઉપગ્રહ
• સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે ચીફ જસ્ટિસની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં સવાલ ઉઠાવ્યા
• મુર્શિદાબાદમાં બસ નહેરમાં ખાબકતાં ૩૬નાં મોત
• કાસગંજ તિરંગાયાત્રામાં હિંસા થતાં બસ, દુકાનોમાં તોડફોડ અને આગચંપી

ફેબ્રુઆરી

• સિનેસુપરસ્ટાર શ્રીદેવીનું દુબઈમાં નિધનઃ ‘ચાંદની’ની વિદાયને વિવાદનું ગ્રહણ
• અવની ચતુર્વેદી મિગ-૨૧માં ઉડાન ભરનારી પ્રથમ મહિલા પાયલટ
• મહાદાયી જળવિવાદ મુદ્દે કર્ણાટક બંધ
• નાગાલેન્ડમાં ૧૧ પક્ષોનો ચૂંટણી લડવા ઇનકાર
• કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાતઃ દિલ્હીમાં ટ્રુડોની પાર્ટીમાં ખાલિસ્તાની આતંકીને આમંત્રણથી વિવાદ
• પિતરાઈ બહેને ફિલ્મસ્ટાર જિતેન્દ્ર પર યૌનશોષણનો આરોપ મૂક્યો
• રાજસ્થાનમાં બાંસવાડાના પેટાળમાંથી ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળ્યો
• રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીની બેંકો સાથે રૂ. ૩૦૦૦ કરોડની ઠગાઈ જાહેર

માર્ચ 

• રૂ. ૧૧૩૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર નીરવ મોદીની રૂ. ૫૨૩ કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી
• મુઝફ્ફર નગરમાં બેકાબૂ જીપે નવને કચડી નાંખ્યા
• ત્રિપુરા અને નાગાલેન્ડની રાજ્યસભામાં કમળ ખીલ્યું
• ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે મુંબઈમાં ટ્રમ્પ ટાવરનું ઉદઘાટન કર્યું
• વિયેતનામના પ્રમુખ ત્રાન દાઈ કવાંગ ભારતની મુલાકાતઃ બંને દેશો વચ્ચે ત્રણ કરાર
• બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજદના નેતા લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં ૧૪ વર્ષની જેલ
• બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
• કર્ણાટકમાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો
• સ્ત્રી સશક્તિકરણના હિમાયતી બેગમ હમીદા હબીબુલ્લાનું ૧૦૨ વર્ષની વયે નિધન

એપ્રિલ

• સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટની જોગવાઈ હળવી જાહેર થતાં ભારતમાં બંધનું એલાનઃ રાજ્યોમાં હિંસા, ૧૦થી વધુનાં મોત
• અનુષ્કા શર્માનો ફોર્બ્સની અન્ડર ૩૦ એશિયન ૨૦૧૮ની યાદીમાં સમાવેશ
• કાશ્મીરમાં ૩ એન્કાઉન્ટરમાં ૧૩ આતંકી ઠાર, ૩ જવાન શહીદ
• કાવેરી જળવિવાદઃ ડીએમકેના બે સભ્યો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ
• તિરૂપતિ દેવસ્થાને બે બેંકમાં રૂ. ૪૦૦૦ કરોડની થાપણો મૂકી
• ઇન્દોરમાં હોટેલ તૂટી પડતાં ૧૦નાં મૃત્યુ
• શિકાર કેસમાં સલમાન ખાનને ૫ વર્ષની કેદઃ જામીન પર મુક્ત

મે

• બાળા પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદ
• કેદારનાથ ધામનાં દ્વાર ખૂલ્યાં
• તેજસ યુદ્ધ વિમાન દ્વારા બીવીઆર મિસાઈલનું સફળ પરીક્ષણ
• મુકેશ અંબાણીની દીકરી ઈશાની આનંદ પિરામલ સાથે સગાઈ થઈ
• પ્રોફેસર સદ્દામ પેડર હિઝબુલ મુજાહિદ્દીન આતંકી ગ્રુપમાં જોડાયોઃ ૩૬ કલાકમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
• બિકાનેરમાં રેતીનું તોફાન આવતાં ૧૫૦થી વધુનાં મોત
• બરફવર્ષાના કારણે કેદારનાથ યાત્રા અટકી
• સોનમ કપૂરનાં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન
• ઉત્તર પ્રદેશના ૬ પૂર્વ મુખ્ય પ્રધાનને સરકારી બંગલા છોડવા આદેશ
• રૂ. ૧ લાખ કરોડમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટ કંપની ખરીદી
• વારાણસીમાં ફ્લાયઓવરના બે સ્લેબ તૂટતાં ૧૮નાં મોત
• પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભીષણ વાવાઝોડુંઃ ૮૦નાં મોત
• પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીમાં હિંસાઃ ૧૨નાં મોત
• કર્ણાટકમાં ચોવીસ કલાકમાં જ ભાજપ સરકાર તૂટીઃ જેડી (એસ)નાકુમારસ્વામી મુખ્ય પ્રધાન
• કેરળમાં નિપાહ વાયરસઃ ૧૬નાં મોત

જૂન

• આઈપીએલમાં સટ્ટો રમ્યાની અરબાઝ ખાનની કબૂલાત
• કાશ્મીરમાં ગ્રેનેડ હુમલોઃ ૮ જવાન સહિત ૨૩ ઘાયલ
• મુંબઈમાં ભારે વરસાદથી ૧૩નાં મોત
• મિઝોરમમાં ખીણમાં બસ પડતાં ૧૧નાં મોત
• અગ્નિ-પાંચ મિસાઈલનું સફળ પરીક્ષણ
• ઝારખંડની હોસ્પિટલમાં હડતાળના લીધે ૨૪ દર્દીનાં મોત
• આદ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજનો ગોળી મારીને આપઘાત
• સિન્ડિકેટ બેન્ક સાથે રૂ. ૧૦૨.૮૭ કરોડની છેતરપિંડી
• દિલ્હી શનિધામ મંદિરના સંસ્થાપક દાતી મહારાજ પર શિષ્યા દ્વારા બળાત્કારનો આરોપ
• ભાજપ-પીડીપી યુતિ તૂટતાં મુફતી સરકારનું રાજીનામુંઃ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન
• આતંકીઓ દ્વારા ભારતીય જવાન ઔરંગઝેબનું અપહરણ – હત્યાઃ ઓપરેશન ઓલ આઉટમાં ૪ આતંકી ઠાર
• ભાગેડુ નીરવ મોદી સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી

(સંકલનઃ ખુશાલી દવે)


comments powered by Disqus