હળવે હૈયે...

Thursday 03rd January 2019 05:48 EST
 

એક છોકરાએ અજાણ્યો નંબર ડાયલ કર્યો.
છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે?
સામેથી જવાબ આવ્યો, ‘હા, છે. બોલો શું છે તેનું?’
છોકરોઃ તે ચાલે છે?
સામેથી જવાબઃ હા, ચાલે છે?
છોકરોઃ તો તેને પકડી રાખો નહીંતર ભાગી જશે.
છોકરાએ ફોન કટ કરી નાખ્યો. વળી થોડી વાર રહીને ફરી એ જ નંબર ડાયલ કર્યો.
છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે?
સામેથી જવાબ આવ્યોઃ ના, નથી.
છોકરોઃ તે ક્યાંથી હોય? કહ્યું તો હતું કે પકડી રાખો, નહીંતર ભાગી જશે.

છોકરીએ તેના ફિયાન્સને મેસેજ કર્યો...
‘સોરી, આપણા લગ્ન થઈ શકે તેમ નથી. મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે.’
છોકરાને બહુ આઘાત લાગ્યો.
બે મિનિટ પછી છોકરીનો ફરી મેસેજ આવ્યો. ‘સોરી... સોરી, ભૂલથી એ મેસેજ તમને થઈ ગયો હતો.’

શિક્ષકઃ ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો હતો?
તનુઃ નીલ આર્મસ્ટ્રોંગે.
શિક્ષકઃ અને બીજો?
તનુઃ બીજો પણ તેણે જ મૂક્યો હોય ને! તે ત્યાં લંગડી રમવા નહોતો ગયો.

અમથાલાલઃ મારી પાસેથી તમે જે દશ હજાર રૂપિયા લીધા હતા, તે ક્યારે પાછા આપશો?
સન્તાઃ મને શું પૂછે છે? હું કાંઈ જ્યોતિષ છું?

કાલે સાંજે પત્ની બોલી તમારી પાસે મોજાં નથી તો ચાલો તિબેટીયન સ્વેટર બજારમાં જઈએ.
ત્રણ કલાક બાદ માર્કેટમાં બધા જ સ્ટોલ પર ફરીને પાછા ફર્યા ત્યારે મારા હાથમાં ૩ સાડી, ૨ લેડીઝ સ્વેટર, ૬ પ્લાઝો અને ૪ ડ્રેસ હતા.
પત્નીએ મને આશ્વાસન આપતા કહ્યું, આ માર્કેટમાં મોજા ખૂબ મોંઘા છે અને ક્વોલિટીમાં ય હલકા છે. કાલે સ્ટોરમાંથી લઇ આવશું.

ઓટલે બેસીને જે કરતાં તે ‘પંચાત’ કહેવાતી અને સોફા પર બેસીને જે કરીએ છીએ તેને વોટસએપ કહેવાય છે.

છાપામાં આવતું રાશિફળ ફક્ત વાંઢાઓ જ વાંચતા હોય છે. બાકી પરણેલાઓ તો ફક્ત ઘરવાળીનું મોઢું જોઈને સમજી જતા હોય છે કે આજનો દિવસ કેવો જશે.

પતિઃ તું બા જેવી રોટલી કેમ નથી બનાવતી?
પત્ની ચિડાઈને બોલી, ‘તમે બાપુજી જેવો લોટ બાંધતા શીખો એટલે બનાવી આપીશ.’

એક સર્વેક્ષણ કહે છે કે ૬૫ ટકા લોકો ઇચ્છે છે કે આખુ અઠવાડિયું પાર્ટી જ પાર્ટી હોય..
પણ આ ટકાવારી ત્યારે સાવ ૧૭ ટકા પર આવી ગઈ જ્યારે કહેવાયું કે તમારે પત્નીને સાથે લઈને આવવું પડશે.
અને જ્યારે એમ કહેવાયું કે તમારે
તમારી જ પત્નીને લઇને આવવાનું રહેશે ત્યારે આ તો આ ટકાવારી ઘટીને ૦.૧૭ ટકા થઈ ગઈ હતી.

ડોક્ટરઃ તમારું લિવર પહોળું થઈ રહ્યું છે.
દારૂડીયોઃ તો એનો અર્થ શું એ થાય કે તેમાં દારૂની જગ્યા હવે વધી ગઈ છે?
આને કહેવાય પોઝીટીંગ થીંકીંગ.


comments powered by Disqus