અ.સૌ. ભાનુબેન નટુભાઇ શાહનો સ્વર્ગવાસ

Wednesday 03rd July 2019 06:32 EDT
 
 

જૈન નેટવર્કના ચેરમેન ડો.નટુભાઇ શાહ MBEના ધર્મ પત્ની અ.સૌ. ભાનુબેન શાહે લંડનની હોસ્પીટલ ખાતે બુધવાર ૮૫ વર્ષનું આયુ ભોગવી તા.૨૬ જુન ૨૦૧૯ની સવારે કુટુંબીજનોની હાજરીમાં શાંતિપૂર્વક દેહત્યાગ કરી અરિહંત ભગવંતનું શરણું સ્વીકાર્યું છે.

સદ્ગતના સ્વર્ગવાસથી એમના કુટુંબ, મિત્ર વર્તુળ, જૈન સમાજ અને સવિશેષ નટુભાઇના જીવનમાં ન પૂરાય એવી ખોટ પડી છે. સદ્ગત એમની પાછળ પુત્ર ડો. સમીર શાહ અને દિકરી અ.સૌ લીના શાહ તેમજ ચાર પૌત્ર-પૌત્રીઓના પરિવાર મૂકી ગયા છે. દક્ષિણ ગુજરાતના રાંદેર-સુરતમાં જન્મ અને ૧૯૫૯માં નટુભાઇ સાથે લગ્ન કરી ૧૯૬૮માં યુ.કે. આવી વર્ષો સુધી લેસ્ટર રહ્યા બાદ લંડનમાં ૧૯૯૬થી સ્થાયી થયા છે. ડો. નટુભાઇ તો પોતાના વ્યવસાય અને સમાજિક કાર્યમાં ગળાડૂબ રહેતા હોવાથી સેંકડો મહેમાનોની આગતા-સ્વાગતાની જવાબદારી સંભાળવામાં એમનું અનુદાન અનન્ય રહ્યું છે.

સ્વર્ગસ્થનો લાગણીસભર સ્વભાવ, ધર્મભાવના, કરૂણાભાવ, આતિથ્ય તેમજ હાલ જૈન સેન્ટર કોલીન્ડલના સેન્ટર માટે સમર્પિત પૂ.નટુભાઇને પૂરેપૂરો સાથ-સહકાર આપી સૌના હ્દયમાં સ્થાન અને માન મેળવનાર ભાનુબેનના પુણ્યાત્માને પરમાત્મા સદ્ગતિ અને ચિરશાંતિ અર્પે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી "ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:

સંપર્ક : ડો નટુભાઇ શાહ 07887 562 286


comments powered by Disqus