ગઈ ૨૦ જૂને વેમ્બલીમાં માંધાતા યુથ સેન્ટર ખાતે હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ)ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. તેમાં નવા હોદ્દેદારોની થયેલી ચૂંટણીમાં નવી કારોબારી કમિટીના ચેરમેન તરીકે અશ્વિનભાઈ ગલોરિયા અને જયંતીભાઈ પોપટ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ પટ્ટણી (ટ્રેઝરર) અને શ્રીમતી અંજનાબેન ઠાકર આસિસ્ટન્ટ ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. કમિટીના સભ્યો તરીકે પ્રમોદભાઈ પટેલ, અશ્વિનભાઈ હાલાઈ, ઉપેન્દ્રભાઈ સોલંકી, ભરતભાઈ પટેલ, હીરેનભાઈ પટેલ, નિર્મળાબેન પટેલ, અરવિંદભાઈ ધૂતીયા, સુમંતરાય દેસાઈ, રૂપલબેન પંડ્યા, મુકેશભાઈ ભટ્ટ અને હર્ષાબેન ત્રિવેદી ચૂંટાયા હતા.
