હિંદુ કાઉન્સિલ ઓફ કેન્યા મોમ્બાસા મહિલા મંડળ દ્વારા એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું નામ ‘માસ્ટર શેફ’ રખાયું હતું. તેમાં ૧૦૦ જેટલાં પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. ચાર વ્યક્તિની એક એવી ૨૫ ટીમ આ સ્પર્ધામાં જોડાઈ હતી. મોમ્બાસા સિમેન્ટ પરિવારના હસમુખભાઈ ભૂડિયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધાના વિજેતાની પસંદગી કરવા માટે ત્રણ નિર્ણાયકોની સેવા લેવામાં આવી હતી. સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ બનાવવાની સ્પર્ધામાં ઈથોપિયા એરલાઈન્સની ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. કે ક્યુ ટીમ બીજા સ્થાને વિજયી બની હતી. વિજેતાઓને મોમ્બાસાથી નાઈરોબી અને ઈન્ડિયા સુધીની ટિકિટો ઈનામ તરીકે અપાઈ હતી. સ્પર્ધાના આયોજનમાં તમામ હિંદુ ભાઈબહેનોએ સાથ અને સહકાર આપ્યો હતો. લેવા પટેલ, લુહાર, વાણિયા, લુહાણા સમાજના લોકોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા નિહાળવા માટે આવેલા લોકો માટે ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો.

