પતિએ પત્નીને કહ્યુંઃ તને ભગવાને રૂપ અને મૂર્ખાઇ - બન્ને સાથે કેમ આપ્યા છે?
પત્નીએ જવાબ આપ્યોઃ કારણ કે તમે લગ્નનો પ્રસ્તાવ મૂકો અને હું તરત મંજૂર કરી લઉં.
•
છોકરાની સગાઈ એક બ્યુટીફૂલ છોકરી જોડે થઈ. બન્ને જણા આખો દહાડો અને મોડી રાત સુધી વોટ્સ-એપ પર ગપશપ કર્યા કરતા હતા પછી લગ્ન થઈ ગયા. છેવટે સુહાગરાતે છોકરાએ છોકરીને કહ્યુંઃ ‘જાનેમન, જાને જિગર, તું તો ગજબની બ્યુટી છે. બોલ, તને ગિફ્ટમાં શું આપું?’
છોકરી શરમાઈને બોલી, ‘નંઈ નંઈ, તમે પ્લેમ કલો એતલું દ પુલતું થે...’
બોધઃ સ્માર્ટ ફોન હોય તો ય એક વાર તો ‘વાત’ કરી લેવી જોઈએ!
•
શિક્ષકઃ કલાસમાં ક્યારેય મારામારી ન કરવી જોઈએ કેમ?
ભૂરોઃ પરીક્ષામાં કોણ આગળ-પાછળ આવે એ નક્કી ન હોય એટલે.
•
સન્તાના હોઠ દાઝી ગયા હતા! બન્તાએ પૂછ્યું, ‘યે કૈસે હો ગયા?’
સન્તાઃ બીવી કો સ્ટેશન છોડને ગયા થા. ખુશી કે મારે એન્જીન કો ચૂમ લિયા.
•
લગ્નના ૧૫ વરસ પછી પતિએ પત્નીને ગીફ્ટમાં ગુલાબ આપ્યું.
પત્નીઃ પ્રેમનું પ્રતીક તો લાલ ગુલાબ હોય છે, તમે મને સફેદ ગુલાબ કેમ આપ્યું?
પતિઃ ડાર્લિંગ, લગ્નના ૧૫ વરસ પછી માણસને લવ નહીં શાંતિની જરૂર હોય છે!
•
પતિનો અચાનક ફોન આવ્યોઃ ‘હલો, મને નાનકડો એક્સિડન્ટ થયો છે. ઓફિસના પાર્કિંગ આગળ મારા બાઇક પરથી હું સ્લીપ થઈ ગયો અને બાજુવાળાનું સ્કુટર મારા પગ પર જરા અથડાઈ ગયું... આમ તો ખાસ વાગ્યું નથી થોડું છોલાયું છે પણ સ્હેજ પગ મચકોડાઈ ગયો છે, પણ ચિંતા ના કરીશ. પ્રીતિએ મને એની કારમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડયો છે. ડોક્ટરે પાટો બાંધી આપ્યો છે. એક્સ-રે પણ લઈ લીધો પણ ફ્રેક્ચર નથી. તું ચિંતા ના કરીશ એકાદ કલાકમાં તો હું ઘરે આવતો રહીશ. ઓકે?’
પત્નીઃ પણ આ પ્રીતિ કોણ છે?
•
પાગલ હૈ વો લોગ
જે ૧૪ ફેબ કો
પ્રપોઝ કરતે હૈ
મેરી માનો, તો
ફર્સ્ટ એપ્રિલ બેસ્ટ હૈ
માન ગઈ તો
આઇ લવ યુ
ગુસ્સા કિયા તો
'એપ્રિલ ફૂલ!'
•
લગ્નમાં હવે પાંચમો ફેરો ઉમેરવાનો સમય આવી ગયો છે. જેમાં કપલે પ્રતિજ્ઞા લેવી પડશે કે, ‘લગ્ન પછી અમે ફેસબુક, બીબીએમ, વોટ્સએપ કે ટ્વિટર કરતા વધારે સમય એકબીજાની સાથે વીતાવીશું...’
•
યુવાન પત્ની અડધી રાત્રે બેડરૂમમાંથી નીકળીને ડ્રોઇંગરૂમમાં આવી. પતિ બિચારો ફાઇલોના ઢગલા વચ્ચે માથું નાખીને થાકેલો ઊંઘી રહ્યો છે. પત્ની નજીક આવે છે, પતિના વાળમાં આંગળી ફેરવે છે અને પછી સટ્ટાક કરતી એક થપ્પડ મારીને કહે છેઃ
‘લાસ્ટ સીન ઓન વોટ્સએપ, વન મિનિટ અગો!’
•
