ચંપાઃ છેલ્લા પંદર વર્ષથી આ મને બરાબર ફિટિંગમાં આવે છે છતાં તમને હું જાડી લાગું છું? ખરા છો તમે તો...
ભૂરોઃ અરે... જરાક તો ભગવાનનો ડર રાખ. આને શાલ કહેવાય.
•
પત્નીઓની યાદશક્તિ કમાલની હોય છે.
કઈ રીતે?
વાળમાં નાંખવાની ક્લિપ ક્યાં મૂકી દીધી હશે એ યાદ નહીં હોય પણ પતિદેવે પાંચ વર્ષ પહેલાંના સોમવારે સાંજે ઓફિસેથી આવીને શું કહ્યું હતું એ બરાબર યાદ હશે.
•
શિક્ષકઃ સૌથી વધારે નકલ ક્યાં થતી હોય છે?
ભૂરોઃ વોટ્સએપ ઉપર...
•
લીલીઃ પતિ અને પત્નીમાં સુંદર કોણ હોય છે?
જિગોઃ પતિ...
લીલીઃ કેવી રીતે?
જિગોઃ તેં ક્યારેય પતિને દર મહિને બ્યુટિ પાર્લરમાંજ જતા જોયા છે?
•
એક વાર પપ્પુ પોતાની પત્ની સાથે ફરવા જતો હતો.
રસ્તામાં એક દોસ્ત મળ્યો જેને પોલીસે પકડી રાખ્યો હતો.
પપ્પુએ એને પૂછ્યું, ‘શું થયું?’
દોસ્ત બોલ્યો, ‘મેં મારી પત્નીની હત્યા કરી નાંખી હતી.’
પપ્પુ કંઈ વિચારી બોલ્યો, ‘તને શું સજા કરાઈ છે?’
દોસ્ત બોલ્યો, ‘છ અઠવાડિયા....’
પપ્પુ વચ્ચે જ તેને અટકાવતાં બોલ્યો, ‘છ જ અઠવાડિયા?!’
પપ્પુએ કંઈ પણ વિચાર્યા વગર પોલીસ પાસેથી પિસ્તોલ આંચકી લીધી અને પોતાની પત્નીનું મર્ડર કરી નાંખ્યું.
દોસ્ત રડતાં રડતાં બોલ્યો, ‘અરે ગાંડા આ તેં શું કર્યું? પુરી વાત તો સાંભળવી હતી, છ અઠવાડિયા પછી મને ફાંસી આપવાના છે.’
•
પતિ ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો અને પત્ની રસોઈ બનાવી રહી હતી.
પતિ અકળાયો અને બોલ્યો, ‘સાંભળે છે નહીં, જમવાની કેટલી વાર છે?’
પત્નીઃ બે કલાકથી કહું છું તો ખરી કે ૧૦ મિનીટમાં થઈ જશે, જરા શાંતિ રાખો.
•
એક શરાબીએ પોતાની આંખોનું દાન કર્યું.
ડોક્ટરે ઓપરેશન પછી પૂછ્યુંઃ ‘ભાઈ, તું કંઈ કહેવા માંગે છે?’
શરાબીઃ જેને પણ મારી આંખોનું દાન કરો તેને પહેલાં જ કહી દેજો કે બે પેગ માર્યા પછી જ ખુલશે!
•
સુધાઃ જીજાજી ઓફર અને લોફરમાં શું ફરક છે?
જીજાજીઃ જો તું મને ડેટ માટે ઈન્વાઈટ કરે તો ઓફર કહેવાય અને તે જ વાત જો હું તને કરું તો તું મને લોફર કહીશ!
•
એક પતિએ તેની પત્નીને પૂછ્યુંઃ ‘તું મને બતાવ કે ‘આઈ લવ યુ’ની શોધ કોણે કરી હતી?’
વાઈફઃ ચાઈનાએ...
પતિઃ તને કેવી રીતે ખબર પડી?
વાઈફઃ કારણ કે એ વાક્યમાં બધા ચાઈનીઝ ગુણ છે. નો ગેરંટી, નો વોરંટી ચલે તો ચાંદ તક વરના શામ તક...
•
ગધેડા સામે એક પાણી ભરેલી બાલદી અને એક દારૂ ભરેલી બાલદી મૂકવામાં આવ્યા. ગધેડો પાણી ભરેલી બાલદી પી ગયો. આ બતાડીને પોલીસે દારૂડીયાને પૂછ્યુંઃ
‘બોલ, આના પરથી શું શીખવાનું મળે છે?’
દારૂડિયોઃ સીધી વાત છે! જે દારૂ ના પીએ તે ગધેડો હોય છે!

