વેમ્બલીના હાઈ રોડ પર બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે એકમાત્ર જાણીતી રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના ઢોંસા અને સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન વાનગીઓ.
અહીં આપ સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં ગરમા ગરમ અને સ્વાદિષ્ટ સંભાર સાથે વિવિધ પ્રકારના મસાલા ઢોંસા, મસાલા વડા, મેદુ વડા, સ્પેશિયલ ઉત્તાપામ અને ઈડલી સંભારનો સ્વાદ માણી શકશો અને તે પણ ખૂબ વ્યાજબી ભાવ અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે. મસાલા ઢોંસા અને ઈડલી સંભાર માત્ર £૧.૯૫માં અને મસાલા વડા તેમજ મેદુ વડા માત્ર £૧માં, ચાઈનીઝ વાનગીઓમાં ઉપલબ્ધ છે.. ચીલી પનીર £૪ અને ગોબી મંચુરિયન £૩.૯૫ પણ ખરું જ. પંજાબી વાનગીઓમાં છોલે ભટુરે £૩ તેમજ ચણા મસાલા અને યોગર્ટ સાથે £૪માં મળતા સ્ટફ્ડ પરાઠાનો સ્વાદ તો હોઠે ચડી જશે. આ બધી સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુજરાતીઓને મનગમતા ભજિયા તો કેવી રીતે ભૂલાય જે મળશે માત્ર £૩માં. સરસ્વતી ભવનના ક્રિસ્પી ભજીયા તો આપની જીભે જ રહી જશે. ખાસ કરીને દક્ષિણ ભારતીય લોકો માટે સરસ્વતી ભવનમાં £૫.૯૫માં ઉપલબ્ધ છે..મદ્રાસી થાળી. અસલ દક્ષિણ ભારતની સદીઓ જૂની પરંપરાગત પ્રણાલિથી તૈયાર કરાયેલી સોડમથી ભરપૂર ૧૫ વિવિધ મદ્રાસી વાનગીઓનો થાળ એટલે મદ્રાસી થાળી.
‘સરસ્વતી ભવન’ જૈન અને સ્વામિનારાયણ ફૂડના રસિયાઓનું પણ મનપસંદ સ્થળ છે, જે અઠવાડિયાના તમામ સાત દિવસ ઓપન રહે છે. અહીં બનતી તમામ વાનગીઓમાં તાજા શાકભાજી અને અન્ય કુદરતી ખાદ્ય સામગ્રી તથા ખુશબુદાર મરી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. સરસ્વતી ભવન તેના સ્ટાફની મૈત્રીપૂર્ણ સર્વિસ માટે પણ વર્ષોથી જાણીતું છે.
ટેક અવે અને ફ્રી ડિલીવરીની પણ વિશેષ સુવિધા છે. તો પછી રાહ શેની જુઓ છો ?
ફોન નં. 07748 63 62 64 અથવા 020 8902 1515 પર કોલ કરીને તુરત જ આપનો ઓર્ડર કરો.
સરસ્વતી ભવનની વેબસાઈટ www.sarashwathy.com પર આપ વાનગીઓનું મેનુ જોઈને આપને પસંદ વાનગીઓનો ઓર્ડર આપી શકશો.
વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન-૨

