શાંતા બાને ૮૫મા જન્મદિનની શુભેચ્છા

- ધીરેન કાટવા Wednesday 08th January 2020 05:14 EST
 
 

બર્મિંગહામના હોલ ગ્રીનમાં રહેતા એક પરિવારની ચાર પેઢીના સભ્યોએ ભેગાં થઈને પરિવારના સૌથી વધુ ઉંમરના સભ્ય શાંતાબેન મૂળજીભાઈ પટેલના ૮૫મા જન્મદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. તા.૪.૧.૨૦૨૦ને શનિવારે કેક કટીંગ સેરિમની યોજાઈ હતી અને પરિવારજનો હેપ્પી બર્થ ડે ગાતા અને તાળી વગાડતાં કેમેરામાં ઝીલાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધીરેન કાટવા તેમને ઓળખી ગયા હતા. તેઓ તેમના બાળપણમાં શાંતાબેનને મળ્યા હતા. બન્નેએ ઘણી સ્મૃતિઓ તાજી કરી હતી અને હાલ હયાત નથી તેવા ઘણાં લોકોને તેમના નામ સાથે યાદ કર્યા હતા. શાંતાબેનનો જન્મ ૧૯૩૫માં ગુજરાતના ચીખલીમાં થયો હતો. ૧૯૫૨માં તેમના લગ્ન મૂળજીભાઈ સુખીભાઈ પટેલ સાથે થયા હતા. તેમને ટ્વીન્સ સહિત ચાર બાળકો છે. હવે તો તેઓ પણ ૬૦ વર્ષના થઈ ગયા છે. શાંતાબેન ૧૯૬૪માં યુકે આવ્યા હતા. ૧૯૭૦માં તેમના પતિનું નિધન થયું હતું. તેમને છ પૌત્ર-પૌત્રીઓ અને બે ગ્રેટ ગ્રાન્ડ ચીલ્ડ્રન છે. તેઓ પુત્ર કાન્તિભાઈ સાથે બર્મિંગહામના હોલ ગ્રીનમાં રહે છે.

‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ટીમ તરફથી શાંતાબાને બિલેટેડ હેપ્પી બર્થ ડે.


comments powered by Disqus