રંગભેદના પૂર્વગ્રહ સામે દેખરેખ માટે ‘રેડિકલ પ્લાન’

Wednesday 09th December 2020 08:38 EST
 

લંડનઃ સિનિયર ચીફ કોન્સ્ટેબલ દ્વારા ઘડી કઢાયેલી સુધારા યોજના (રેડિકલ પ્લાન) હેઠળ પોલીસ દ્વારા દળનો ઉપયોગ અને પોલીસ ઓફિસર્સને કયા સ્થળે ફરજ માટે મૂકાય છે તે સહિત પૂર્વગ્રહને દૂર કરવા માટે પોલીસ દ્વારા થતી તમામ કામગીરીનું નિરીક્ષણ કરવાની ઈંગ્લેન્ડ અને વેલ્સની નવી ઈન્ડિપેન્ડન્ટ કમ્યુનિટી પેનલોને સત્ત્તા આપવા સૂચન કરાયું છે. 
પોલીસ અને કમ્યુનિટી સંબંધોના નિષ્ણાત ગણાતા આસિસ્ટન્ટ કમિશનર રોબ બેકલીએ જણાવ્યું હતું કે આ સુધારાથી રંગભેદની કટોકટીમાં સંડોવાયેલા લો એન્ફોર્સમેન્ટને બહાર આવવામાં મદદ મળશે.આ જોગવાઈ હેઠળ પેનલો સ્ટોપ એન્ડ સર્ચ, હાથકડી પહેરાવવા સંબંધિત વીડિયો અને ડોક્યુમેન્ટ્સ તેમજ સિનિયર ઓફિસરોએ લીધેલા નિર્ણયો માટે જવાબદાર માહિતી પણ જોઈ શકશે. આ ઈન્ડિપેન્ડન્ટ સમીક્ષકો પોલીસ ટીમો અથવા ફોર્સની કોઈપણ પ્રકારની અજાણતા પૂર્વગ્રહ, અજ્ઞાન, અવિવેક અને રેસિસ્ટ સ્ટિરિયોટાઈપીંગ દ્વારા ભેદભાવ કહી શકાય તેવી પ્રક્રિયા, વલણ અને વર્તનને શોધી શકશે. ભેદભાવથી લઘુમતી વંશીય લોકોને ગેરલાભ થાય છે.


comments powered by Disqus