સદીમાં પહેલી વાર કિંગ્સ કોલેજના ઈસુગીતો ખાલી ચર્ચમાં ગવાશે

Wednesday 09th December 2020 07:28 EST
 
 

લંડનઃ આપણામાંથી ઘણાં લોકો માટે તો કેમ્બ્રીજની કિંગ્સ કોલેજ ખાતે એક યુવક ક્રિસમસ ઈવ સર્વિસની શરૂઆત વન્સ ઈન રોયલ ડેવિડ્સ સિટી .. સાથે શરૂ કરે ત્યારે જ હકીકતે ક્રિસમસની શરૂઆત થતી હોય છે. આ પરંપરા ૧૦૦ કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને લીધે ફેસ્ટિવલ ઓફ નાઈન લેસન્સ અને કેરોલ્સનું બીબીસી રેડિયો 4 પરથી લાઈવ પ્રસારણ થશે. પરંતુ, તેમાં મોટો તફાવત હશે. મધ્યકાલીન ચેપલમાં સેંકડો લોકો નહિ હોય, ચર્ચ તદ્દન ખાલી હશે. આ પગલાંને દેશની મુખ્ય કેરોલ સર્વિસીસ દ્વારા આવકાર અપાયો હતો.
ક્રિસમસના ક્રિશ્ચિયન કાઉન્ટડાઉનની શરૂઆત સમાન એડવન્ટ સન્ડેએ સમગ્ર ઈંગ્લેન્ડના ચર્ચ માટે પ્રાર્થનાસભા યોજવા પર હજુ પ્રતિબંધ છે. પરંતુ, મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓ દ્વારા વિરોધને પગલે તાજેતરમાં અમલી બનેલા નવા નિયમો અંતર્ગત સામૂહિક પ્રાર્થના ફરી શરૂ કરવાની પરવાનગી છે. લોકો એકઠાં થાય ત્યારે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન અને માસ્ક પહેરવાનું રહેશે. બંધ બારણે સામૂહિક ગાન પર હજુ પ્રતિબંધ છે. પરંતુ, આઉટડોર કેરોલ ગાયનને અને બાળકોના નેટિવીટી નાટકો પર્ફોર્મિંગ આર્ટ્સ ગાઈડન્સને અનુરૂપ પરવાનગી અપાશે તેમ તાજેતરમાં સાંસદોને જણાવાયું હતું.
લગભગ ૫,૦૦૦ દર્શકોની હાજરીમાં રોયલ આલ્બર્ટ હોલમાં પરંપરાગત કેરોલ ફેસ્ટિવલને બદલે રટર આ વર્ષે સેન્ટ આલ્બન્સ કેથેડ્ર્લ ખાતે રોયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રા સાથે રેકોર્ડ કરેલી ક્રિસમસ ઉજવણીનું સ્ટ્રીમીંગ કરશે. તેમાં અભિનેતા સાયમન કેલોએ વાંચન કર્યું છે. મ્યુઝિકલ ડિરેક્ટર એન્ડ્રયુ એરિસે જણાવ્યું કે સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરના છેડે આવેલા સેન્ટ માર્ટિન – ઈન- ધ - ફિલ્ડ્સ ચર્ચ વર્ષના આ સમયગાળામાં સામાન્ય રીતે ૮૦૦થી વધુ લોકોની હાજરી વચ્ચે સંગીતના સૂર રેલાતા હોય છે. જોકે, આ વર્ષે લોકોની સંખ્યાને ૧૦૦થી ૧૨૦ સુધી મર્યાદિત રખાશે. ૧૫મી સદીમાં સ્થપાયેલા કિંગ્સ કોલેજ કોઈર (ગાયકવૃંદ)માં ૯-૧૩ વયજૂથના ૧૬ બાળકો તેમજ કેરોલ સ્કોલર્સ ૧૪ અંડરગ્રેજ્યુએટ્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus