JNU હિંસા: ૩૭ની ઓળખ

Thursday 16th January 2020 02:37 EST
 
 

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની વિશેષ તપાસ ટીમે ‘યુનિટી અગેન્સ્ટ લેફ્ટ’ નામના એક વોટ્સએપ ગ્રૂપની ઓળખ ૧૧મી જાન્યુઆરીએ કરી લીધી છે અને આ ગ્રૂપમાં ૬૦ મેમ્બર છે. એમાંથી ૩૭ લોકોની ઓળખ થઈ ચૂકી છે. આ સિવાય હિંસા કરવા આવેલા લોકોમાં ૧૦ લોકો બહારના હતા. દરમિયાન પાંચમી જાન્યુઆરીએ જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસાના મામલે ત્રણ પ્રોફેસરોએ ૧૩મી જાન્યુઆરીએ દિલ્હી હાઇ કોર્ટમાં એ દિવસના સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના ડેટાને સુરક્ષિત રાખવાની કરેલી અપીલના પગલે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ, ગૂગલ, એપલ અને વોટ્સએપને નોટિસ ફટકારી છે અને તેમનો જવાબ માગ્યો છે. 


comments powered by Disqus