ઉત્તરાયણમાં અમદાવાદના ધાબાનું ભાડું રૂ. ૧૦થી ૨૫ હજાર

Thursday 16th January 2020 01:53 EST
 
 

અમદાવાદઃ ઉત્તરાયણની અમદાવાદી મજા માણવા માટે પોળના મકાનો અને એના ધાબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોકે અમદાવાદના કોટ વિસ્તારના મકાનોનાં પતરાં ઉતરી રહ્યાા છે અને આરસીસીના ધાબા વધી રહ્યાં છે. હવે ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદી પોળોનાં ધાબાનું બે દિવસનું ભાડું ૧૦ હજારથી ૨૫ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદીઓ ઉત્તરાયણમાં ધાબા ભાડે આપીને કમાઈ લેવાની તક છોડતા નથી. મકરસંક્રાંતિએ આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ ગયું હતું. સોમવારની રાતે રાજ્યમાં અનેક જગાએ પતંગની બજારો ખુલ્લી હતી. અમદાવાદમાં પરોઢ સુધી બજારોમાં પતંગ-દોરી અને વિવિધ એસેસરીઝની ખરીદી થઈ હતી. લોકોએ મોંઘવારીને કોરાણે મૂકી પતંગ અને માંજો ખરીદ્યા હતા. અમદાવાદના દિલ્હી દરવાજા અને ઘીકાંટા જેવા પતંગ માટે પ્રખ્યાત બજારોમાં રાતે ભીડ જોવા મળી હતી. ભીડ એટલી બધી હતી કે લોકોએ ખરીદેલા પતંગો માથે મૂકીને ઘરભણી જવાની નોબત આવી હતી.


comments powered by Disqus