વડોદરા: પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં ૧૧મીએ આગ લાગતાં બાદ બ્લાસ્ટ થતાં ૯ મજૂરોનાં મૃત્યુ થયાં હતાં. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, ૩ કિમી સુધી ધરતી ધ્રૂજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમો અને ૧૦૮ મેડિકલ સેવા દ્વારા તુરંત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાયાં હતાં અને ઇજાગ્રસ્તોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
એમ્સ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનની બોટલો હોવાથી પણ બ્લાસ્ટ થયો હોઈ શકે એવું જાણવા મળ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત તપાસમાં જણાયું છે કે કંપનીમાં સેફ્ટીના સાધનો પણ નહોતા અને સેફ્ટીના સાધનો કામદારોને પણ અપાયાં નહોતા. જેથી બ્લાસ્ટમાં કામદારોનાં ફૂરચે ફૂરચા ઉડી ગયાં હતાં.
આ ઘટના બનતાં પાદરાના ધારાસભ્ય જસપાલાસિંહ ઠાકોર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે ઘટનાના ૩ કલાક બાદ બપોરે ૨ વાગ્યે જીપીસીબીના અધિકારીઓ સ્થળે પહોંચ્યા અને આ મામલે તપાસ શરૂ થઈ હતી. કરી છે. ઘટનાની જાણ થતાં પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળે પહોંચ્યા હતા અને કંપનીમાં મૃત્યુને ભેટેલા કામદારોનાં પરિવારો અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માગ કરી હતી.
મૃતક મજૂરો
૧. ગુલાબસિંહ ફતેસિંહ રાઠોડ
૨. મફત બચુ પરમાર
૩. ફતેસિંહ મંગળસિંહ પઢિયાર
૪. વાઘાભાઈ લંકાભાઈ રાઠોડ
૫. અશોક માધાભાઈ પરમાર
૬. સંજયભાઈ
બે મૃતકોના નામ જાણવા મળ્યાં નથી.

