જેતપુર: જૂનાગઢમાં રહેતા કોન્ટ્રાક્ટર રમેશભાઈ અમરશીભાઈ વાજા જૂનાગઢથી જેતપુર ચોકડી પાસે કામ અર્થે ૧૧મીએ સવારે કાર લઈને આવ્યા હતા. તેઓ જેતપુર-ધોરાજી હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે કારમાં શોર્ટસર્કિટ થતાં ધુમાડા નીકળતાં રમેશભાઈએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારનું લોક જામ થઈ ગયું હતું અને કાર અગનગોળો બની ગઈ હતી. રમેશભાઈનું કારમાં જ આગમાં મૃત્યુ થઈ ગયું હતું.
