ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તેમની કર્મભૂમિ રાજ્કોટમાં ઊજવવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં ગવર્નર દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહેશે. જ્યારે જિલ્લા કક્ષાએ ધ્વજવંદનનો કાર્યક્રમ પ્રધાનો અને કલેકટરોની હાજરીમાં યોજાશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરામાં ધ્વજવંદન કરાવશે. કેબિનેટ પ્રધાનો રણછોડ ફળદુ બનાસકાંઠામાં, ભૂપેન્દ્રસિહ ચુડાસમા સુરેન્દ્રનગરમાં, કૌશિક પટેલ અમદાવાદમાં, સૌરભ પટેલ મહેસાણામાં, ગણપત વસાવા સાબરકાંઠામાં, જયેશ રાદડિયા ભાવનગરમાં, દિલીપ ઠાકોર કચ્છમાં, ઈશ્વર પરમાર ગાંધીનગરમાં, કુંવરભાઈ બાવળિયા જૂનાગઢમાં તથા જવાહર ચાવડા સુરતમાં ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેશે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં ધ્વજવંદન કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભરૂચ, નર્મદા, અમરેલી, ખેડા, મોરબી, સોમનાથ, તાપી, છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં સ્થાનિક કલકટર ધ્વજવંદન કરાવશે.

