ભુજ: કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણ અને ટેન્ટ સિટીની મુલાકાતે દર વર્ષે લાખો લોકો આવે છે. મોંઘાદાટ ટેન્ટ બુક કરાવી પ્રવાસીઓ અહીં રોકાય છે. તાજેતરમાં અમદાવાદનો એનઆરઆઇ પરિવાર જે ત્રણ ટેન્ટમાં રોકાયો હતો તે ટેન્ટ સહિત કુલ ચાર ટેન્ટમાં ભયાનક આગ લાગી ગઈ હતી અને ચારેય ટેન્ટ ભસ્મીભૂત થઇ ગયા હતા. ટેન્ટ સિટીના સંચાલકોએ એ જ દિવસે આગને કાબૂમાં લેતાં વધુ ટેન્ટમાં આગ લાગી નહોતી. ઉલ્લેખનીય છે કે દિવાળી સમયે પણ ટેન્ટમાં આગનો બનાવ બન્યો હતો જયારે બે માસમાં જ નવમી જાન્યુઆરીએ પણ ટેન્ટ સિટીમાં આગ લાગવાની બીજી ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થયાનું નોંધાયું હતું.

