નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી છે. પાંચ જજોની પીઠે મંગળવારે દોષિત વિનય શર્મા અને મુકેશ તરફથી દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. પહેલા વિનય શર્માએ અને ત્યાર બાદ મુકેશે એમ બે દોષિતોએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી.
કેસના ચારેય આરોપીઓ સામે કોર્ટે ૨૨મી જાન્યુઆરીએ મૃત્યુદંડ આપવાનું ડેથ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. આ ચારેય દોષિતો પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી છે. રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવશે તે સાથે જ તમામને ફાંસીના માંચડે લટકાવી દેવાશે. પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ ઇસ્યુ કર્યા બાદ બન્ને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

