લાઠીમાં ગાંધીજીની મૂર્તિ તોડફોડઃ સવજી ધોળકિયાને સમન્સ

Thursday 16th January 2020 02:22 EST
 

અમરેલી: લાઠીના દૂધાળા નજીક આવેલા સરોવર પાસે મહાત્મા ગાંધીની મૂર્તિ અસામાજિક તત્ત્વોએ તોડી નાંખવાના મુદ્દે દેશમાં શાંતિ ડહોળાય તેવું વાતાવરણ સર્જાયું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે ધોળકિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા જ કેટલાક લોકોએ ડ્રામા રચીને પોલીસ તથા મીડિયાને ગેરમાર્ગે દોર્યા હોવાનું ખૂલ્યું છે. પોલીસ દ્વારા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


comments powered by Disqus