ભુજઃ ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના દિને આવેલા વિનાશક ભૂકંપના પગલે અનેક ઇમારતો ધ્વસ્ત થઈ હતી. જોકે ત્યારબાદ સતત નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. ૨૨મીએ રાતથી મધ્ય રાત્રિ સુધીના અરસામાં ૩.૩થી વધુની તીવ્રતા સહિતનાં ૩ આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાંથી પ્રાપ્ત થતી આંકડાકીય વિગતો પ્રમાણે રાત્રે ૧૧.૫૫ વાગ્યે ૩.૩ની તીવ્રતા સાથે લખપત પાસે, સાંજે ૭.૪૯ વાગ્યે ધોળાવીરા પાસે સાંજે ૧.૬ની તીવ્રતા સાથે તેને રાત્રે ૧૨.૫૧ વાગ્યે ભચાઉ પાસે ૧.૫ની તીવ્રતાનો આંચકા અનુભવાયા હતા.
