નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારીના મંદિરે લાખો શ્રદ્વાળુઓ આવતા હોય છે. ૨૨મી ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ચાર યુવાનો અહીં દર્શન માટે આવ્યા હતા. અમાસ ભરી પરત રાજપીપળા થઇ શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્ર જવા તેઓ નીકળ્યા હતા. એ દરમિયાન વિશાલ ખાડીના વળાંક પાસે સામેથી આવતી ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાના કારણે મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીપ્પલી ગામના ચાર યુવાનો નંદકિશોર ઘોરપડે, ગોરક્ષા એકનાથ અને કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ તથા કિશોર રાજારામ કોલ્હેના મોત નીપજ્યાં હતા. તમામના મૃતદેહો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં
લેવાયા હતા.

