અમદાવાદઃ રૂ. ૧૦૦૦ કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતા ભારતની ધનાઢ્ય વ્યક્તિઓના રિચલિસ્ટ-૨૦૧૯ અનુસાર ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા ૬થી વધી ૧૦ થઇ ગઇ છે. ગુજરાતી અબજોપતિઓની કુલ સંપત્તિ રૂ. ૩.૦૬ લાખ કરોડે પહોંચી ગઇ છે.
આ વર્ષે ગુજરાતમાં ૧૩ નવા અબજોપતિ ઉમેરાયા છે. યાદીમાં ૧૦ ગુજરાતી મહિલાઓનો પણ સમાવેશ થયો છે. હુરૂન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ આઇઆઇએફએલ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૯માં રૂ. ૧,૦૦૦ કરોડ અથવા વધુ સંપત્તિ ધરાવતા હોય તેવા ભારતના ધનાઢ્યોનો સમાવેશ કરવામાં અવ્યો છે.
આ યાદી અનુસાર રૂ. ૯૪૫૦૦ કરોડની સંપત્તિ સાથે અદાણી જૂથના ગૌતમ અદાણી પાંચમાં ક્રમે છે. એક જ ઉધોગગૃહ પૈકી સૌથી વધુ અબજોપતિઓ ધરાવવામાં ઇન્ટાસ ફાર્માના ૯ ધનાઢ્યોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ધનાઢ્ય ફાર્મા સેક્ટરમાં ૪૦ ટકા હિસ્સો, કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિ (૮ ટકા) હિસ્સો ધરાવે છે. સોફ્ટવેર અને સર્વિસિસ ઇન્ડસ્ટ્રી ગત વર્ષે બીજા ક્રમે હતું.

