ફ્લાઈટના એન્જિનમાં બર્ડહિટથી આગઃ ૧૭૪નો આબાદ બચાવ

Wednesday 26th February 2020 03:44 EST
 
 

અમદાવાદઃ સરદાર પટેલ એરપોર્ટ પરથી ૧૮મી ફેબ્રુઆરીની સવારે ૯.૪૫ કલાકે ગો-એરની ફ્લાઈટ ૮૦૨ બેગલુરુ જવા માટે ઉડાન ભરવાની હતી. આ વિમાનને ટેક ઓફ પહેલાં બર્ડહિટ થતાં જમણી બાજુના એન્જિનમાં ધડાકા સાથે આગ ભભૂકી હતી.
પાઇલટને સિગ્નલ મળતાં ફ્લાઈટ ટેક ઓફ કરાયા વિના એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરાયો હતો. પાઈલટને એન્જિન બંધ કરી દેવાની તાકીદ કરાઇ હતી અને એર ટ્રફિક કંટ્રોલે એરપોર્ટની ફાયર ફાઇટરની બે ગાડીઓને તાકીદે રન-વે પર દોડાવી હતી. પાઈલટે એન્જિન બંધ કર્યા પછી એન્જિન ગરમ હોવાના કારણે આગ લાગી હતી.
એેન્જિન એટલી હદે ગરમ હતું કે ફ્લાઇટ આગની જ્વાળાઓમાં લપેટાઇ જાય તેવી સ્થિતિ હતી. એ જ ઘડીએ ફાયર ફાયરની બંને ગાડીઓએ વિમાનની બંને તરફથી ફોમનો મારો ચલાવીને ૪૦ મિનિટમાં આગળ બુઝાવી હતી જેથી ૧૭૪ જણાનો જીવ બચી ગયો હતો. આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે ૧૬૪ પ્રવાસી અને ક્રૂ-મેમ્બર મળીને કુલ ૧૭૪ ફ્લાઈટમાં હતા.


comments powered by Disqus