ભિલોડાના ખુમાપુર ગામની યુવતીને ૬.૨ ફૂટ લાંબા વાળ આકર્ષણનું કેન્દ્ર

Wednesday 26th February 2020 04:23 EST
 
 

ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર ગામની કિશ્ના પંચાલ તેના લાંબા વાળના કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ક્રિશ્નાના વાળની લંબાઈ ૬.૨ ફૂટ છે. ક્રિશ્ના કહે છે કે તે પોતાનાં વાળની જીવથી પણ વધારે સંભાળ રાખે છે. ક્રિશ્નાનાં માતા મીનાક્ષીબહેન ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે અને ક્રિશ્નના પિતા કમલેશભાઈ દરજીકામ સાથે સંકળાયેલા છે.
ક્રિશ્ના કહે છે કે તેનાં વાળની જાળવણીમાં તેનાં માતા પિતા ખૂબ જ મદદ કરે છે અને તેઓ ક્રિશ્નાને વાળ વધુ લાંબા કરવા માટે પ્રોત્સાહન પણ આપે છે. મીનાક્ષીબહેને જણાવ્યું કે, દીકરીનાં વાળની લંબાઈ ૬ ફૂટ અને ૨ ઈંચ હોવાથી દર રવિવારે તેઓ તેનાં વાળ ધોવામાં મદદ કરે છે. ક્રિશ્નાના લાંબા વાળની વૃદ્ધિ માટે તેઓ હર્બલ તેલ, સાબુ, શેમ્પુ સહિત હંમેશા હર્બલ ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે છે. કમલેશભાઈએ જણાવ્યું કે, દીકરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે પ્રક્રિયા હાથ ધરવા માહિતી એકત્રિત કરવાની શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મોડાસા તાલુકાના સાયરા ગામના નિલાંશી પટેલના માથાના સૌથી લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન ધરાવે છે.


comments powered by Disqus