મહેસાણાના સહકારી આગેવાન નટુ પિતાંબરનું ટુંકી માંદગી બાદ નિધન

Wednesday 26th February 2020 04:25 EST
 
 

મહેસાણા: સહકારી ક્ષેત્રે ભિષ્મપિતામહ એવા ૮૪ વર્ષના નટુભાઇ પિતામ્બરદાસ પટેલનું ૨૨મી ફેબ્રુઆરીએ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને તેમના મહેસાણા સ્થિત નિવાસ સ્થાને દર્શનાર્થે મુકાયો હતો. રવિવારે તેમની અંતિમયાત્રા સિદ્ધપુરમાંથી નીકળી હતી.
કૃષિ અને કિસાનો સાથે સંકળાયેલી ગુજકોમાસોલ, ઇફકો, મહેસાણા ડિસ્ટ્રીક બેંક, મહેસાણા એપીએમસી, લાયન્સ હોસ્પિટલમાં ચેરમેન રહી ચૂકેલા વરિષ્ઠ સહકારી અગ્રણી નટવરદાસ પટેલને ફેફસાં અને હૃદયની બીમારીના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ૧૦ દિવસની સારવાર દરમિયાન શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનું નિધન થયું હતું. સહકારી ક્ષેત્રે અગણિત સંસ્થાઓમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે જીવનપર્યત યોગદાન આપનાર નટુકાકાના પાર્થિવ દેહને તેમના મહેસાણા ખાતે વીરનગર સ્થિત નિવાસ સ્થાને દર્શનાર્થે મુકાયો હતો.


comments powered by Disqus