મુંબઈમાં પાલનપુરના હીરાના વેપારીએ ઓપેરા હાઉસના ૧૫માં માળેથી કૂદી આત્મહત્યા કરી

Wednesday 26th February 2020 04:28 EST
 

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરના રહીશ અને વર્ષો પહેલાં ધંધા અર્થે મુંબઈ સ્થાઈ થયેલા ધીરેન ચંદ્રકાંત શાહ ડાયમંડ જગતનું સન્માનિત અને વિખ્યાત નામ હતું. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને વર્ષોથી મુંબઈમાં ડાયમંડની કંપની ચાલવતા ધીરેન ચંદ્રકાંત શાહે ૧૯મી ફેબ્રુઆરીએ મુંબઈના હીરા બજારના ઓપેરા હાઉસના ૧૫માં માળ પર આવેલી પ્રસાદ ચેમ્બરમાંથી મોતની છલાંગ લગાવી હતી. તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મુંબઈની જે. જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ધીરેન શાહ સુરત અને મુંબઈના હીરા બજારમાંથી રફ ડાયમંડની ખરીદી કરતા હતા. તેમણે આપઘાત કરતા પહેલા તેમને એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી.સ્યૂસાઇડ નોટમાં જાતે સમજી વિચારી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ હતો. આ કેસમાં મુંબઈ પોલીસે સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.


comments powered by Disqus