રૂ. ૧૧.૩૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજીવ અગ્રવાલની ધરપકડ

Wednesday 26th February 2020 04:20 EST
 

બોગસ બિલિંગના રૂ. ૧૧.૩૨ કરોડના કૌભાંડમાં આરોપી રાજીવ અગ્રવાલની ૨૧મી ફેબ્રુઆરીએ ધરપકડ કરાઇ છે. આરોપી લોકલ માર્કેટમાંથી નીચા ભાવે માલ ખરીદી તેની ઉંચી કિંમત બતાવીને એક્સપોર્ટ કરતો હતો. જેથી ૪ કરોડની આઇજીએસટી લેવાઇ હતી. છ કંપનીઓ પરની તપાસમાં આ કૌભાંડ ખૂલ્યું છે. તપાસમાં રાજીવ અગ્રવાલ સામે મજબૂત પુરાવા મળી આવ્યા હતા.


comments powered by Disqus