અમદાવાદઃ કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને રૂ. ૪૦૦ કરોડના હવાલા મુદ્દે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. એહમદ પટેલને રૂ. ૪૦૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શનના મુદ્દે આઈટી સમક્ષ હાજર થવા આદેશ કરાયો છે. એહમદ પટેલ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ છે. જેથી એહમદ પટેલને કોંગ્રેસ વતી આ નોટિસ અપાઈ છે.
ઈન્કમટેક્સ વિભાગ વિભિન્ન કંપનીઓ દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. માનવામાં આવે છે કે, રૂ. ૪૦૦ કરોડથી વધુની રકમ હવાલા મારફતે કોંગ્રેસના ખાતાઓમાં આવી હતી. એહમદ પટેલને આ નોટિસ મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારતથી કોંગ્રેસના ખાતાઓમાં આવેલા નાણા બાબતે અપાઈ છે. કોંગ્રેસના ખજાનચી હોવાથી એહમદ પટેલની પૂછપરછ કરાશે.

