ધનસૂરાઃ કનાલમાં શિવરાત્રીના મેળામાં બાઈક ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. બીજે દિવસે કનાલના ભલાજી ખાંટ (ઉ. ૫૦) રિક્ષા લઇને પસાર થતા હતા. ત્યારે પરબતજી બબાજી પરમાર કનાલ ગામના ભલાજી જોધાજી ખાંટને અપશબ્દો બોલતાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતાં પરબત પરમાર અને રાકેશ અમરત પરમારે તેના કુટુંબના અન્ય માણસોને બોલાવી ભલાજી જોધાજી ખાંટ પર અચાનક હુમલો કરી માર મારતાં ભલાજીને પેટના અંદરના ભાગે વધુ ઈજાઓ થઈ હતી. આજુબાજુના માણસો આવી છોડાવી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ભલાજીનું મોત થતાં ૧૩ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
