નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિને સ્વાઈન ફ્લુ છતાં તેઓ ફરજ નિભાવી રહ્યાં છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટના ૬ ન્યાયમૂર્તિને H1N1 વાઈરસની અસર છે. તેમણે મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે સમક્ષ રજૂઆત કરી હતી કે, કોર્ટમાં કામ કરતા લોકોનું રસીકરણ કરવા આદેશ આપવો જરૂરી છે. સીજેઆઈએ આ મુદ્દે ચર્ચા કરવા સુપ્રીમ કોર્ટ બોર્ડની બેઠક યોજી હતી.
અંતે નિર્ણય લેવાયો છે કે રસીકરણ માટે ડિસ્પેન્સરી ખોલાશે. આ માટે રૂ. ૧૦ લાખનું ભંડોળ આપવાની ખાતરી આપવામાં આવી છે.

