ઇડરિયો ગઢ તેના અજય દોલત ભવનથી ઓળખાય છે એવું નથી પણ પ્રકૃતિપ્રેમીઓ અને એડવેન્ચરના શોખીનોએ ગઢ પરની એવી શીલાઓ શોધી કાઢી છે જેને ખુદ કુદરતે ઘડી છે. પથ્થરની શીલાઓએ શંખ, ઘુવડ, સાપ અને કાચબાના આકાર સાથે કેટલીક શીલાઓ એવી રીતે ઊભી છે કે, જે કુદરતના ગુરુત્વાકર્ષણ બળને પણ ચેલેન્જ આપી રહી હોય. નિષ્ણાતોના મતે, ઇડરિયા ગઢ પર હજારો વર્ષથી ફૂંકાતા પવન અને વરસાદના કારણે આ આકાર બન્યા છે.
અજેય ગણાતા ઇડરના
ગઢ એ જીતનું પ્રતીક
સાબરકાંઠા જિલ્લાનું ઐતિહાસિક નગર ઇડર એના ગઢના લીધે જાણીતું છે. અજેય ગણાતો ઇડરનો ગઢ જીતનું પ્રતીક છે. અત્યારે તો આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યો છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપ્રદ ઈતિહાસ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું શહેર એટલે ઇડર. વિશાલ શીલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું. સાબરકાંઠા જિલ્લાના અહીંના પ્રાચીન મંદિરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે.