ભુજ: કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે કચ્છમાં ત્રણ માસ ચાલતા રણોત્સવને યોજવાની મંજુરી આપી દીધી હોય તેમ સંભવત ૧૨ નવેમ્બરથી ઉત્સવના પ્રારંભ થનાર છે. આ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ટુંક સમયમાં વિધિવત જાહેરાત ઉપરાંત બુકીંગ શરૂ કરવામાં આવનાર છે.
લોકોની ચિંતાના બહાને મહિનાઓ સુધી અનેક ક્ષેત્રના ધંધા ફરજિયાત બંધ રાખવાના આદેશ કરનારા નેતાઓ સામે અનેક અણિયાળા સવાલ ઉભા થયા છે. આજની તારીખે હજુ સુધી થિયેટર સહિતના અનેક ક્ષેત્રોને લીલી ઝંડી અપાઈ નથી, પરંતુ આ મંજૂરીથી એક ખાનગી કંપની ફાયદો કરાવવા સરકાર ઘુંટણીયે પડી ગઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
