ખંભાતમાં પ્રતિબંધ છતાં તાજિયા નીકળ્યા, સેંકડો લોકો માસ્ક પહેર્યા વગર જોડાયા

Thursday 03rd September 2020 07:21 EDT
 

ખંભાત: કોરાનાને કારણે તાજિયા જુલુસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં રવિવારે ખંભાતમાં તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સેંકડો લોકો જોડાયા હતા. જુલુસમાં જોડાનારા લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જુલૂસ નીકળ્યા પછી પોલીસે ત્યાં પહોંચી ૨૩ વ્યક્તિ સહિત ટોળાં સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી.
ખંભાતના ત્રણ દરવાજા અને હાટડી વિસ્તારોમાં રવિવારે સ્થાનિકોએ ઝરીનું જુલૂસ કાઢીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જુલૂસ નીકળ્યું હોવાની જાણ થતાં જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પહોંચી ગયો હતો.
જિલ્લા પોલીસ વડા અજિત રાજિયને જણાવ્યું હતું કે, ખંભાતમાં લોકો ઝરીનું જુલૂસ કાઢીને નીકળ્યા હતા, જેની વાત થતાં પોલીસે જુલૂસ અટકાવી કાર્યવાહી હાથ ધરી હતી.


comments powered by Disqus