ગાંધીનગર: રાજ્ય વિવિધ પ્રવાસન અને તીર્થધામમાં વિવિધ માળખાકીય અને પ્રવાસન વિભાગ અંતર્ગત રૂ. ૧૨૬.૯૬ કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હુત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ નવી દિલ્હીથી વિડીયો લિન્ક મારફતે ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ પ્રસાદ યોજના અન્વયે સોમનાથમાં રૂ. ૪૫ કરોડના યાત્રિક સુવિધા કામોનું ઇ- લોકાર્પણ કર્યું હતું. તેમણે સોમનાથથી ગીરના જંગલોમાં સિંહ દર્શન ઉપરાંત દરિયાકિનારાને સાંકળીને એક ટુરીઝમ સર્કીટ વિકસાવવાનું વિચારાધીન હોવાની જાહેરાત કરી હતી. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં રૂ. ૪૫ કરોડના વિવિધ કામ જેમ કે રૈયાલી ડાયનાસોરના મ્યૂઝિયમ ફેઝ-૨ના રૂ. ૨૦ કરોડના કામ અને ધોરડોના સફેદ રણના રૂ. ૧૦ કરોડના કામોનું ઇ-ખાતમૂર્હત કર્યું હતુ. મુખ્યમંત્રીએ વવાણિયા શ્રીમદ રાજચંન્દ્ર ભવન માટે રૂ. ૬.૨૬ કરોડના કામ તેમજ પાટણમાં વીર મેઘમાયા સ્મારક ભવનના રૂ. 3 કરોડના કામોનું ઇ-ખાતમૂર્હૂંત કર્યું હતું.